ચાર મહિનાથી ટાંકીનો ઉપયોગ બંધ કરી દેવાયો હતો
રૂ. ૨ કરોડના ખર્ચે નવી ટાંકી બનાવવાનું કામ પ્રગતિમાં છે
જલાલપોરના ઉભરાટ ગામે આળેલી ૩૨ વર્ષ જૂની જર્જરિત ૧.૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી આજે બપોરે ધડાકાભેર જમીનદોસ્ત થઇ જતાં હલચલ મચી ગઇ હતી. આ ટાંકી મારફત છ ગામોનો પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવતો હતો. જો કે, ફીલ્ટર પ્લાન્ટમાં ડાયરેકટર પમ્પીંગ કરીને પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે. ઉભરાટ ગામે મુખ્ય રસ્તાની બાજુમાં ૩૨ વર્ષ જૂની ૧.૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી હતી. આ ટાંકી મારફતે ઉભરાટ, દાંતી, દિપલા, વાંસી, બોરસી અને માછીવાડ એમ છ જેટલા ગામોને પાણીની પાઇપ લાઇન મારફતે પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવતો હતો પરંતુ ૩૨ વર્ષ જૂની આ ટાંકી જર્જરિત બનતા છેલ્લા ચાર મહિાથી ટાંકીનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ઉકાઇ કાકરાપાળ સંલગ્ન નહેરનું પાણી ઉભરાટના તળાવમાં ઠાલવી તેને ફીલ્ટરેશન કરી પમ્પીંગ દ્વારા સીધે-સીધો પાણી પુરવઠો તમામ છ ગામોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો હતો. આજે બપોરે ભારે પવન અને વરસાદ વચ્ચે આ જર્જરિત ટાંકી ધડાકાભેર તૂટી પડતા હલચલ મચી ગઇ હતી. ટાંકી પડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા. ગામના ડેપ્યુટી સરપંચ નિલેશભાઇ પટેલને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી ટાંકીનો કાટમાળ જે.સી.બી.થી ખસેડવા તજવીજ હાથ ધરી હતી. તેમના જણાવ્યા મુજબ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ – વાસ્મો યોજના અંતર્ગત નવીન ટાંકી બનાવવા માટે રૃ. ૨ કરોડની ગ્રાંટ ફાળવવામાં આતાં હાલ પૂરજોશમાં નવી ૨ લાખ લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને આ કામ ત્રણ મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે. આ ઉપરાંત આ ટાંકી સાથે ૧૬ લાખ લીટરનો ફિલ્ટર પ્લાન્ટ પણ તૈયાર થશે. તમામ છ ગામોમાં નવી પાણીની પાઇપ લાઇન પણ નાંખવામાં આવી છે.


જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


