રાષ્ટ્રીય વંચિત લોક મંચના અધ્યક્ષનો આજે જન્મદિવસ

0
132

ભુજ કચ્છ: અલખના આરાધક અને રાષ્ટ્રીય વંચિત લોક મંચના અધ્યક્ષ જયંતભાઇ સીજુ આજે જન્મદિવસ છે.તેઓ મુળ નખત્રાણા તાલુકાના બિબ્બર ગામના અને હાલ વિરાણી મોટીના રહેવાશી છે.તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છની જાણીતી મ્યુઝીકલ પાટી અલખમહેર મ્યુઝીકલ પાર્ટીમાં ગડો ગમેલો વગાડે છે તથા કચ્છમાંથી લુપ્ત થતો આરાધીવાણી પણ રજુ કરે છે અને લુપ્ત થતી આ કચ્છી કલાને જાળવી રાખવા તેમની પાર્ટીના સભ્યો સાથે ભારે જહેમત ઉઠાવે છે.કલાકારની સાથે સેવાર્થી જીવ પણ છે તેઓ રાષ્ટ્રીય વંચિત લોક મંચ કચ્છ જિલ્લા અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યાં છે અને વંચિત લોકોને પોતાના હક્ક અપાવવા હમેશા તત્પર રહે છે તેઓ કચ્છી ઢોલ અને સંતાર પણ વગાડી જાણે છે. તેઓ દેશ સેવા માટે સદાય હાજર રહે છે અને દેશ માટે શહિદ થયેલા જવાનોની મદદ કરતા સંગઠન જય હિંદ સેવા સંસ્થા સાથે રહીને ફોજીઓની મદદ કરી છે તથા જી.આર.ડી.માં સેવા આપે છે.સમાજના કાર્ય માટે પણ સદાય હાજર રહે છે તથા મેડીકલ ક્ષેત્રે પણ ગરીબો માટે બનતા પ્રયાસો કરે છે.આગામી ફેબ્રુઆરીમાં રીલીજ થનારી ફિલ્મ આઇ એમ બન્ની ડોટર ઓફ કચ્છમાં પણ તેમણે સ્વર અને અભિનય આપ્યો છે.તેઓ કચ્છની સંગીત કલાને બચાવવા માટે ભારતના અને જિલ્લાઓ ફર્યા છે.ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રે જોડાઇને સેવાના કાર્યો કરે છે તા. ૧૬-૦૧-૧૯૯૪ ના રોજ જન્મેલા જયંતભાઇ સીજુ પોતાના જીવનના ૨૫ વર્ષ પુર્ણ કરીને ૨૬માં વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. તેમના મો.નં. ૯૯૧૩૪૭૩૨૭૮ છે.

ગૌતમ બુચિયા
9714065405

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY