ગેલ ઈન્ડિયા લિમિટેડ દ્રારા મહિલાઓને સેનેટરી નેપકીન વિતરણ કરાયું.

0
69

આજ રોજ ગેલ ઈન્ડિયા લિમિટેડ દ્રારા સ્વચ્છતા પખવાડિયા ના ભાગ રૂપે ભરૂચ રેલ્વે પ્લેટફોર્મ પર મહિલાઓને સેનેટરી નેપકીન વિતરણ કરવામાં આવ્યું હતું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા સ્વચ્છતાં ને લઈને આખાય દેશમાં અભિયાનો ચલાવી રહ્યા છે જેને લઈને ગંધારમાં આવેલ ગેલ ઈન્ડિયા લિમિટેડ કંપની દ્રારા તારીખ ૧/૭/૧૮ થી ૧૫/૭/૧૮ સુધી સ્વચ્છતાં પખવાડિયાની ઉજવાણી કરવામાં આવનાર છે.

જેના ભાગ રૂપે આજ રોજ ભરૂચના રેલ્વે સ્ટેશન પર સવારે ૮ વાગ્યા થી આખાય દિવસ ટ્રેનમાં મુસાફરી કરતી માહિલાઓ અને સ્ટેશન પરની મહિલાઓને ગેલ ઈન્ડિયા લિમિટેડના જનરલ મેનેજર બી.સત્યનારાયણ તથા તેમના ધર્મપત્ની શશી ભગત અને રાકેશ ગુપ્તે સહિત ગેલ ઈન્ડિયા પરિવારના સભ્યો દ્રારા વિના મૂલ્યે સેનેટરી નેપકીન વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY