દક્ષિણ ગુજરાત વીજ કંપની ના કર્મચારી યુનિયન દ્વારા ટોપ મેનેજમેન્ટ ના કથિત ભ્રષ્ટચાર ની સરકાર તેમજ તકેદારી આયોગ ને કરાયેલ રજુઆત અને વ્યાજબી માંગણીઓ ની રજુઆત બાબતે રિસ રાખી હોદ્દેદારો ને ટાર્ગેટ બનાવામાં આવતા હોવા ના ગંભીર આક્ષેપ સાથે યુનિયન ને ગાંધી ચીંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડી ત્યારે સરકાર ન્યાયિક તપાસ કરી કસૂરવાર ને સજા કરે તેવી યુનિયનની અપેક્ષા.
યુનિયન દ્વારા સલામતીના સાધનો સહિતની માંગ માટે કર્મચારી યુનિયન ના આગેવાનો દ્વારા આંદોલનો કરવામાં આવતા મેનેજમેન્ટ દ્વારા રીસ રાખી હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ ,ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન આગળ વધવા છતાં મેનેજમેન્ટ નકારાત્મક ભૂમિકા ભજવતુ હોવાની રજુઆત
ગુજરાત વીજ કંપનીના એન્જીજીનીયર એસોસિયેશન તેમજ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા રજુઆત કરતા જાણવાયુંં હતું કે ગુજરાત સરકારની સાત ઉર્જા કંપનીમાની એક દક્ષિણ ગુજરાત વિજ કંંપની ના ટોપ મેનેજમેન્ટ કેટલાક સમય થી કર્મચારી સેવાકીય પ્રવૃત્તિ કરતા યુનિયન ના હોદ્દેદારો ને ટાર્ગેટ બનાવે છે આ કંપનીમાં કર્મચારીઓ ને મળવા પાત્ર યુનિફોર્મ ,સલામતીના સાધનો ,વાહનો , પ્રમોશનો મળવા પાત્ર હકો હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા અપાતા નથી જેના કારણે કર્મચારી યુનિયન ના આગેવાનો દ્વારા આંદોલનો કરવામાં આવતા હતા જેની રીસ રાખી ડી જી વી સી એલ કંંપનીના ટોપ મેનેજમેન્ટ દ્વારા સરમુખ્ત્યાયારસાહી વલણ અપનાવી ખોટી હેરાનગતિ કરવા માટે શોકોઝ નોટિસ ,મેમો અને ચાર્જ્જશીટ આપી સસ્પેન્ડ કરવા જેવો ભય યુનિયન લીડરો અને કર્મચારીઓ માં ઉભો કરી લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરાય છે




હાલમાંજ પાલ સબડિવિઝન માં જીતેશ એસ પટેલ નામના એક કર્મસાગરીને નડેલ જીવલેેણ અકસ્માત માં ત્યાં હાજર એક જુનિયર ઈજનેર લાઈન ઇન્સ્પેક્ટર તેમજ આસી .લાઈનમેન પાસે થી બનાવની કોઈ પણ હકીકત તપસ્યા વગર ઘટનાના એક કલાક માં કર્મચારી ના પી એમ કે સારવાર ની પ્રક્રિયાા પુરી કર્યા વગર મોત નો મલાજો જાળવ્યા વગર જ ઉતાવળે અધિકારી કર્મચારીઓ ના જબરજસ્તી નિવેદનો લઈ રાત્રે દસ વાગે સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ કોણ દોષિત છે .? અકસ્માતનું કારણ શું છે.? તેની કોઈ તપાસ કરી નથી માત્ર યુનિયન ના ઉચ્ચ હોદ્દેદાર હોવાની કિન્નાખોરી રાખી આમ કર્યું છે માટે આ માટે અમારા બંને યુનિયનો દ્વારા લેખિત રજુઆત કરી નોટિસ આપવામાં આવી હતી પરંતુ એના 15 દિવસ પુરા થવા છતાં કોઈજ પરીણામ ન મળતા આખરે 27 ઑગસ્ટ ના દિવસે અમારા દ્વારા આંદોલન નો કાર્યક્રમ અપાયો હતો જે બાબતે 31 ઑગસ્ટ ના દિવસે સુરત સીટી સર્કલ ના એસ ઈ આર એમ પટેલ દ્વારા મિટિંગ કરી જણાવાયુ કે સાંજે છ વાગ્યા સુધી હકારાત્મક પરિણામ આવશે પરંતુ એ વાયદો પણ ઠગારો નીવડ્યો માટે આજે અમારા યુનિયન ની નોટિસ મુજબ તારીખ 1 લી સપ્ટેમ્બરે કાળી પેટ્ટી ધારણ કરી વિરોધ કરાયો તેમજ 8 સપ્ટેમ્બરે સુરત સીટી સર્કલ ઓફિસ બહાર સર્કલ ઓફિસ ના સભ્યો હોદ્દેદારો સહીત કંપનીના ઉચ્ચ હોદ્દેદારો હાજર રહી એક દિવસ ની ભૂખ હડતાલ કરી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવી શાંતિ પૂર્વક આંદોલન ચાલુ રાખીશુ એમ યુનિયન ના મહામંત્રી ચિરાગ શાહ અને એસ સી બાવિસીયા એ અખબારી યાદીમાં જણાવ્યા ઉપરાંત કથિત ભ્રષ્ટચાર ની રજૂઆત ની નકલો જંગ એ ગુજરાત અખબાર ને મોકલી છે જે અત્રે પ્રસ્તુત છે.























































ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



