કર્મચારીએ પોતાના માલિકની જાણ બહાર ૧૬ લાખનું કલેક્શન કર્યું
સુરત,તા.૧
સુરતના સલાબતપુરા વિસ્તારમાં ૧૬ લાખ રૂપિયાનું કલેક્શન લઈને ફરાક થનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સલાબતપુર વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીએ પોતાના માલિકની જાણ બહાર ૧૬ લાખનું કલેક્શન કર્યુ હતું. મિત્રો સાથે મળીને જયેશ નામનો શખ્સ કલેક્શનના રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો.
ઘટના અંગેની ફરિયાદ ફેક્ટરીના માલિકે પોલીસ મથકે કરતા પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને સુરતથી ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક આરોપીને પોલીસે મુંબઈની એક હોટલમાંથી રોકડ રૂપિયા અને સોનાના દાગીના સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ પકડમાં આવેલા ત્રણ આરોપી પૈકી એક આરોપી રીઢો ગુનેગાર છે. ગુનાને અંજામ આપી તમામ આરોપીઓ ગોવા જવાની ફરાકમાં હતા. એક આરોપીએ પોતાની પ્રેમિકા માટે ઘરેણા પણ ખરીદ્યા હતા. ત્યારે આ મામલે પોલીસે ત્રણેય આરોપીને જેલહવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


