ધ્રાંગધ્રા શહેર મા હિન્દુ-મુસ્લિમ એકતા નુ ઉત્તમ ઉદાહરણ દયાવાન ગ્રુપ દ્વારા મુશ્લીમો ને રોઝા ખોલાવ્યા.

0
24

સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા ના દયાવાન ગ્રુપ દ્રારા મુસ્લિમો નો પવિત્ર તહેવાર એટલે રમજાન મહિનો, રમજાન મહિના ના 27 માં રોજા નિમીતે ઇફતાર પાર્ટી નુ આયોજન કરાયુ હતુ કહેવાય છે કે હિન્દુ અને મુસ્લિમ નો ધમઁ તો લોકો કહે છે પરંતુ ખરેખર પ્રથમ ધમઁ માનવતાનો હોય છે ત્યારે કુદરત પણ બન્ને કોમ હળીમળી ને રહે તેવુ ઇચ્છે છે જેથી આ વષેઁ મુશ્લીમો ના રોઝા મહિનો અને હિન્દુઓના પરષોતમ માસની શરુવાત એકસાથે જ થઇ હતી ત્યારે મુસ્લિમ દ્વારા રોઝાના 27મા દિવસે સૌથી મોટા રોઝા તરીકે નો દિવસ મનાય છે જેને “હરણીયા” રોઝા તરીકે પણ ઓળખે છે કહેવાય છે કે 27મા રોઝાના દિવસે મોટુ રોઝુ હોવાના લીધે કેટલાક હિન્દુ ઓ પણ રોજા રહી અલ્લાહ ની ઇબાદત કરે છે તથા મુસ્લિમ પણ આ એક 27મુ રોઝુ અવશ્ય રહે છે ત્યારે ધ્રાંગધ્રા શહેર મા દયાવાન ગ્રુપ દ્વારા આ 27મા રોઝા ના દિવસે સાંજના સમયે મોટુ રોઝુ રાખેલા દરેક વ્યક્તિ ને રોઝુ ખોલાવવા માટે નુ આમંત્રણ આપ્યુ હતુ હિન્દુ તથા મુસ્લિમ નો અનેરો ભાઇચારો અંહિ જોવા મળ્યો હતો ધ્રાંગધ્રા દયાવાન ગ્રુપ દ્વારા હિન્દુ-મુસ્લિમ ની એકતા ના પ્રતિક મા આ સેવાકીય પ્રવૃતિ નો લાભ લઇ અનેક મુસ્લિમ મહિલાઓ તથા પુરુષોએ એકસાથે દયાવાન ગ્રુપ દ્વારા રોઝા ખોલવાના સમયે હાજરી આપી તમામ લોકો એ એકસાથે રોઝા ખોલ્યા હતા જ્યારે હિન્દુ-મુસ્લિમ ભાઇચારા ના અનોખા ઉદાહરણ તરીકે ઝળકાયેલ દયાવાન ગ્રુપ નુ સરહાનીય કાયઁ જાઇને ધ્રાંગધ્રા પંથક ની દરેક ધમઁપ્રેમી જનતા એ વધાવ્યુ હતુ.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY