વરાછામાં કારખાનેદારે બે રત્નકલાકારને ગોંધી રાખી માર માર્યો

0
17

હિરાની બદલીનો વહેમ રાખી રૂપિયા પડાવી લીધા
સુરત, તા. ૨૦
વરાછામાં હીરાના કારખાનેદાર અને મેનેજર હીરા બદલીનો વહેમ રાખી બે રત્નકલાકારને માર મારી ગોંધી રાખ્યાની ફરિયાદ વરાછા પોલીસ મથકે નોંધાઈ હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા ખોડીયારકૃપા સોસાયટીમાં રહેતા જયેશ પરસોત્તમભાઈ પીપલીયા બરોડા પ્રિસ્ટેજ તોરણ એપાર્ટમેન્ટમાં સીતારામણ ડાયમંડની ઓફિસ ધરાવતા રમેશભાઈ આહિરને ત્યાં હીરા ઘસવાનું કામ કરે છે. ગત તા. ૧૬મીના રોજ શેઠ રમેશભાઈ અને મેનેજર સુરેશભાઈએ ફરિયાદી જયેશ અને રવિને ચેક કરતા હીરા મળ્યા ન હોવા છતાં પણ ‘તમો હિરાની બદલી કરો છો’, તેમ કહી દંડાથી ફટકાના જાનથી મારી નાખવાની ધમકી આપી ઓફિસમાં ગોંધી રાખી બળજબરીથી રૂપિયા લઈ એટીએમ કાર્ડ દ્વારા રૂપિયા ઉપાડી લીધા હતા.
વરાછા પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો નોંધી પો.સ.ઈ. ડી.જે. ચોરડિયાએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY