હું બેફામ શરાબ પીતો હતો એ આખી દુનિયા જાણે છે: ધર્મેન્દ્ર

0
18


મુંબઈ,તા.૨૨
સિનિયર અભિનેતા પંજાબી જાટ ધર્મેન્દ્રે કહ્યું હતું કે મારા જીવનમાં કદી કશું ખાનગી જેવું રહ્યું નથી. મેં કદી છાનું છપનું કાંઇ કર્યું નથી. પોતાના પુત્રો સાથે બનાવેલી યમલા પગલા દિવાના ફિર સેના પ્રમોશનમાં આ ખડતલ કલાકારે કહ્યું કે હું બેફામ શરાબ પીતો હતો એ પણ આખી દુનિયા જાણે છે. પરંતુ શરાબ પીને કદી ક્યાંય તોફાન કર્યું નથી કે કોઇની સાથે ગેરવર્તન આચર્યું નથી. મારું જીવન ખુલ્લી કિતાબ જેવું રહ્યું છે.
એણે કહ્યું કે મારી બાયો-ફિલ્મ બને તો એમાં છૂપાવવા જેવું કશું નહીં હોય. ૧૯૬૦માં હું અભિનેતા બનવા આવ્યો ત્યારથી આજ સુધી મારું જીવન ખુલ્લી કિતાબ જેવું જીવ્યો છું. મારે કશું છૂપાવવું પડે એવું મેં કશું કર્યું નથી. મેં કદી કોઇને દગો આપ્યો નથી કે કોઇની પાછળ કદી કશું એલફેલ બોલ્યો નથી.
આ વાતો સાંભળીને કોઇને કદાચ એવું પણ લાગે કે રાજકુમાર હીરાણીએ તાજેતરમાં બનાવેલી સંજય દત્તની બાયોફિલ્મ વિશે ધરમ ગરમ કટાક્ષ કરી રહ્યો છે પરંતુ એવું નથી. એ જે બોલતો હતો એ સાવ નિખાલસતાથી બોલતો હતો. એણે કહ્યું કે મને ઘણા લોકો મારી આત્મકથા લખવાનુંં કહે છે પરંતુ મને આપવડાઇ કરવામાં રસ નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY