સંસદનું મોનસુન સત્ર તોફાની બને તેવા સંકેતો : સરકાર સંપૂર્ણ સજ્જ

0
71

નવીદિલ્હી, તા.૨૬
સંસદનું મોનસુન સત્ર ૧૮મી જુલાઈથી શરૂ થઇ રહ્યું છે જે ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. મોનસુન સત્ર દરમિયાન સરકાર કેટલાક મહત્વના બિલ રજૂ કરવાના અને પસાર કરવાના પ્રયાસ કરશે જેમાં ત્રિપલ તલાક બિલ, રાષ્ટ્રીય પછાત જાતિ પંચને બંધારણીય દરજ્જા આપવા સાથે સંબંધિત બિલ અને આર્થિક અપરાધોને રોકવા સાથે સંબંધિત બિલનો સમાવેશ થાય છે. જા કે, ૧૮ દિવસનું મોનસુન સત્ર તોફાની બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે વિરોધ પક્ષોએ શ્રેણીબદ્ધ મુદ્દા પર સરકારને ભીંસમાં લેવા માટે યોજનાઓ તૈયાર કરી લીધી છે. લોકસભાની ચૂંટણી આડે એક વર્ષથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે સરકારને મુશ્કેલીમાં મુકવા વિરોધ પક્ષો પ્રયાસ કરી શકે છે. આ સત્ર દરમિયાન રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ચુંટણી પણ કરવામાં આવનાર છે. આ બેઠક પીજે કુરિયન દ્વારા તેમની અવધિ પૂર્ણ કરવામાં આવ્યા બાદ ખાલી થઇ હતી. વિરોધ પક્ષો પણ સંયુક્ત ઉમેદવાર મુકે તેવી શક્યતા છે. ક્ષેત્રિય પક્ષો ટીએમસી અને બીજેડીના ઉમેદવારને મેદાનમાં ઉતારવા માટે સજ્જ છે. કોંગ્રેસ પાર્ટી આ બંને પક્ષો તરફથી મેદાનમાં ઉતારવામાં આવનાર સંયુક્ત ઉમેદવારને ટેકો આપે તેવી શક્યતા છે. બજેટ સત્ર દરમિયાન એકંદરે પ્રોડક્ટીવીટીનો આંકડો લોકસભામાં ૨૩ ટકા અને રાજ્યસભામાં ૨૮ ટકાનો રહ્યો હતો. મોનસુન સત્ર દરમિયાન સરકાર મહત્વના બિલ પસાર કરવામાં આવે તેવી શક્યતા છે. વિરોધ પક્ષો રાજ્યસભાની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર મુકીને પોતાની Âસ્થતિ મજબૂત કરવાના પ્રયાસ કરશે. સરકાર દ્વારા કાયદામાં ફેરવાયેલા છ વટહુકમની જગ્યાએ બિલ લાવવા પ્રયાસ કરશે જેમાં નેશનલ સ્પોટ્‌ર્સ યુનિવર્સિટી બિલ, હોમિયોપેથિક સેન્ટ્રલ કાઉÂન્સલ બિલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકાર મુશ્કેલ મહિલાઓને અધિકાર આપવા સાથે સંબંધિત ત્રિપલ તલાક બિલ પણ પસાર કરવાની યોજના ધરાવે છે. સરકાર ત્રિપલ તલાક બિલને રજૂ કરવાને લઇને આશાવાદી છે. આ બિલ રાજ્યસભામાં પેન્ડિંગ છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદ કહી ચુકયા છે કે, સરકાર ફરિયાદ કરવા માટે ત્રીજી પાર્ટીને મંજુરી આપવા સાથે સંબંધિત જાગવાઈ અંગે વિચારણા કરવા તૈયાર છે. જા કે, સરકાર પસંદગી સમિતિને આ બિલ મુકી દેવાને લઇને વિરોધ પક્ષની માંગ સમક્ષ ઝુંકવા માટે તૈયાર નથી. અન્ય જે બિલ રજૂ કરવામાં આવનાર છે તેમાં નેશનલ મેડિકલ કમિશન બિલ ૨૦૧૭ અને રાઇટ ટુ એજ્યુકેશન સુધારા બિલ ૨૦૧૭નો સમાવેશ થાય છે. સંસદ સત્ર તોફાની બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. છ વટહુકમને કાયદામાં ફેરવી કાઢવા માટે મોદી સરકાર સજ્જ દેખાઈ રહી છે. ત્રિપલ તલાક સાથે સંબંધિત બિલ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં આ બિલ ભાજપને ફાયદો કરાવી શકે છે. ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે. આ બિલમાં નવી જાગવાઈઓ કરવા અને કેટલીક જાગવાઈઓને રદ કરવાની માંગ ઉઠી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY