આંકડા ભ્રામક હોય છે, પણ દરેક આંકડા ભ્રામક નથી હોતા, કેટલાક હૃદયદ્રાવક પણ હોય છે! સરકાર એકવાર પ્રજાને ભ્રમમાં નાખી શકે, વારંવાર નહીં. બેરોજગારીના આંકડાઓ દર્શાવતું જાબ ક્રિએશન રિપોર્ટ કાર્ડ ફૂટી ગયું છે. બેરોજગારીનો ડેટા જાણીને તમારી આંખો ફાટી જશે. હકીકતમાં આ ડેટા તૈયાર કરનાર નેશનલ સૅમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન (એનએસએસઓ)નું રિપોર્ટ કાર્ડ જ નથી ફૂટ્યું, સરકારની દાનત, તેની લુચ્ચાઈનો ભાંડો પણ ફૂટી ગયો છે.
આ આૅફિસનું કામ જ આ પ્રકારના આંકડા – ડેટા તૈયાર કરવાનું. તેણે પોતાનું કાર્ય યોગ્ય રીતે પાર પાડ્યું, એમાં સચ્ચાઈ જાળવી રાખીને કામ કર્યું, પરંતુ સત્યની વાતો કરનાર મોદી સરકારને સાચા આંકડા જાહેર કરવાનું ભારે પડે એમ હતું. આ ડેટાને રીતસર દબાવી દેવાનું દુષ્કૃત્ય સરકાર અને અન્ય એજન્સીઓએ કર્યું છે.
આ રિપોર્ટ કાર્ડની સાચેસાચી વિગત મુજબ દેશમાં બેરોજગારીનો આંકડો છેલ્લાં ૪૫ વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. ટકાવારીની દૃÂષ્ટએ કહીએ તો આ દર ૬.૧ ટકા છે. હવે આવી સચ્ચાઈ પેશ કરવાનું મોદી સરકારને ચૂંટણી ટાણે પોસાય ખરું?
આ વરવી વાસ્તવિકતામાં અન્ય એક કડવો ઘૂંટડો ઉમેરતી સચ્ચાઈ એ પણ છે કે આ આંકડો મોદીજીના નાટબંધીના આકરા નિર્ણયનું પરિણામ છે. રાત-દિવસ મોદીની આરતી ઉતારનારાઓને આ વાત ગળે ઉતરે કે ન ઉતરે પણ નાટબંધીએ દેશના અર્થતંત્રની ઘોર તો ખોદી જ છે. હજી ય લોકોના આંસુ સુકાયા નથી. નાટબંધીના માઠાં પરિણામો હજી લોકો ભોગવી રહ્યા છે અને એમાંનું આ એક બેરોજગારી છે. ગ્રામ્ય હોય કે શહેરી વિસ્તાર યુવાનો બેરોજગારીના ખપ્પરમાં ખોડાઈ ગયા છે. યુવાનોનું વર્તમાન તો ઠીક ભવિષ્ય પણ આગના દરિયામાં ખાબકશે.
મોદીજીએ બે કરોડ નવા જાબ ઊભા કરવાની વાત કરી હતી, લોકો હજી ભૂલ્યા નથી. વિપક્ષોના હાથમાં આ ફૂટેલા રિપોર્ટ કાર્ડનો ડેટા આવી ગયો છે. સરકાર ચોમેરથી ઘેરાઈ ચૂકી છે.
સરકારે આ ડેટા સંસદમાં રજૂ કરવો જાઈતો હતો, પણ જાખમ મોટું હતું. સરકારી ભંડોળથી ચાલતા આ ઓર્ગેનાઈઝેશનના કાર્યવાહક ચેરમેન અને તેમનાં એક સહકર્મચારીએ નારાજગી સાથે રાજીનામા આપી દઈને તહેલકો મચાવી દીધો છે. તેમણે ચોખ્ખું કહ્યું કે આ ડેટા ડિસેમ્બરમાં બહાર પાડવાનો હતો, સરકારી એજન્સીઓ દખલગીરી કરતી રહી હતી.
સત્યવાદી સરકાર હોવાનો દાવો કરતી મોદી સરકારે જાબના આંકડાં કેમ જાહેર ન કર્યા એ સમજતા લોકોને વાર લાગી નથી. સ્વયં સ્પષ્ટ છે. નવા જાબ ઊભા કરવાનું તો છોડો જે હતા એ રોજગાર પણ રહ્યા નથી.
આ મહિનાના આરંભમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી કે જે એક જાણીતી સ્વતંત્ર થિન્ક ટેન્ક છે, તેણે જણાવેલું કે ગયા વર્ષે દેશમાં ૧૧ મિલ્યન જણે જાબ ગુમાવ્યા હતા.
ગ્રામીણ અને શહેરી વિસ્તારોના શિક્ષિત યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે એ ચોંકાવનારી બાબત છે. મોદી સરકારે આ વાત પ્રજા સુધી ન પહોંચે એટલે એને દબાવી રાખી. અગાઉ મોદી સરકારે લેબર બ્યૂરોનો ૨૦૧૬-૧૭નો વાર્ષિક સર્વે બહાર પાડવાનો ઈનકાર કર્યો હતો. યહ અચ્છી બાત નહીં હૈ, મોદીજી.
કયાં સુધી આંકડાઓ દબાવતા-છુપાવતા ફરશો. બેરોજગાર યુવાનો ચૂંટણીમાં મોં ફેરવી લેશે તો તમે કયાં જઈને મોં છુપાવશો? આ પેપર ફૂટ્યું એની સીધી અસર યુવાનોના મન પર પડશે. આ જાણીને કદાચ છપ્પન ઈંચની છાતી ધરાવનારા વડા પ્રધાન મોદીનું હૃદય પણ બે-ચાર ધબકારા ચૂકી જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



