ધોલેરા ખાતે તૈયાર થનારા ઔદ્યોગિક પ્રોજેક્ટનો વડાપ્રધાન પ્રારંભ કરાવશે

0
48

ધોલેરા,તા.૧૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાલુ માસના અંતમાં કે માર્ચના પ્રારંભમાં અમદાવાદની મુલાકાત દરમિયાન ધોલેરા ખાતે ૨૧ હજાર કરોડના ખર્ચે ચીનની કંપની દ્વારા તૈયાર થનારા ઔદ્યોગિક પ્રોજેક્ટના નિમાર્ણની કામગીરી નો રિમોટ કંટ્રોલ દ્વારા અમદાવાદથી પ્રારંભ કરાવશે. રાજ્યના વહીવટી તંત્ર આ અંગે તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે અને માત્ર વડાપ્રધાન આગમન ની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે.
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ચીનની કંપની ધોલેરા ખાતે ૨૧ હજાર કરોડના સંભવિત ખર્ચે ઔદ્યોગિક પ્રોજેક્ટ ઉભો કરવા માટે એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાત સરકારે આ સંદર્ભમાં તમામ પ્રક્રિયાઓ ઝડપભેર પૂર્ણ કરી વડાપ્રધાન દ્વારા આ પ્રોજેક્ટ નિમાર્ણ ની કામગીરી નો પ્રારંભ કરાવવા નિર્ણય કર્યો છે. અને વડાપ્રધાને પણ આ પ્રોજેક્ટ નિમાર્ણની કામગીરી નો રિમોટ કંટ્રોલ દ્વારા અમદાવાદથી પ્રારંભ કરાવવા ની સંમતિ આપી છે તેવો વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY