હીરા વેપારીની શહીદોને અનોખી શ્રદ્ધાંજલી, લગ્નનો ભોજન સમારંભ રદ

0
6

સુરત,તા.૧૫
ગુરૂવારનાં રોજ બપોરે કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા છે. લોકોમાં આતંકી હુમલાને પગલેને ગુસ્સો જાવા મળી રહ્યો છે. શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. તેમાં સુરતના એક હીરા વેપારીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અંતર્ગત દીકરીના લગ્નના ભોજન સમારંભ સહિતના તમામ કાર્યક્રમ રદ કરી સાદાઈથી કરાવવાનો નિર્ણય કર્યો હોવાની એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. પરંતુ અત્યાર સુધી આ અંગે કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. જાકે, આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી પત્રિકામાં લખવામાં આવ્યું છે કે, અમારી પુત્રી અમી અને મિતના શુભ વિવાહ નિર્ધાયા છે. પરંતું કાશ્મીરમાં થયેલા ઘોર આતંકવાદી હુમલામાં દેશના ૪૨ જવાનો શહીદ થતાં અમે બંને વેવાઈ પક્ષોએ પરસ્પર સમંતીથી લગ્ન સંપૂર્ણ સાદાઈથી કરવાનું નક્કી કરેલ છે. અને જાહેર ભોજન સમારંભ રદ કરી શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાઓને પાંચ લાખ અને શહીદ પરિવારને સંયુક્ત રીતે ૧૧ લાખ આપવાનું નિર્ધારીત કર્યું છે. શેઠ દેવશી માણેક પરિવાર-ભાભર-સુરત, હસમુખભાઈ શેઠ, પદ્માવતી ડાયમંડ અને સંધવી પાનાચંદ લક્ષ્મીચંદ પરિવાર અજયભાઈ કુમારભાઈ સંધવી. જ્યારે આ લગ્નમાં કેટરર્સ દ્વાર પણ સહકાર આપ્યો છે.
પદ્માવતી ડાયમંડ અંગે સુરત ડાયમંડ એસોસિશએનના પ્રમુખ બાબુબાઈ ગુજરાતીએ જણાવ્યું હતું કે, અમારી સાથે તેમનું જાડાણ નથી છતાં અમે આ તેમના સારા કાર્યને લઈને બિરદાવતા તેના વિશે માહિતી મેળવવા પ્રયાસ કરી રહ્યા છીએ. બીજી તરફ જીજેઈપીસીના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ વેપારીનું કોઈ સંસ્થા સાથે જાડાણ નથી કે નથી અમારા સંપર્કમાં. રત્નકલાકાર સંઘના જયસુખ ગજેરાએ પણ આ વિષે તેમની પાસે માહિતી ન હોવાનું કહ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY