ધનતેરસથી ભાઈબીજ સુધી દ્વારકાધીશની આરતીના સમયમાં ફેરફાર

0
15

દ્વારકા,તા.૨૫
યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે દિવાળને ધ્યાનમાં રાખીને ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ચાર દિવસ આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે આગામી ૨૭ તારીખે રવિવારના રોજ રાત્રી દરમિયાન ૮થી ૯ઃ૪૫ સુધી ભગવાન દ્વારકાધીશના હાટડી દર્શનનું પણ આયોજન દ્વારકાધીશ જગત મંદિરમાં કરવામાં આવ્યું છે.
દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના હાટડી દર્શનનું ખૂબ જ મહત્વ છે. અહીં એવી માન્યતા છે કે, આ દિવસે ભગવાન પોતે પોતાના ભક્તોને તેમના કર્મો પ્રમાણે ત્રાજવામાં ત્રાજીને સુખ દુઃખની વહેચણી કરે છે અને હાટડી દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. નવા વર્ષ ભગવાન અન્નકૂટ દર્શન કરવા પણ માનવ મહેરામણ ઉમટી પડશે. જોવા જઈએ તો દિવાળીથી દ્વારકા યાત્રિકો ઉમટી પડતા એક મીની વેકશનનો પરંભ થશે.
સમયના ફેરફારની જો વાત કરવામાં આવે તો તા. ૨૭ના મંગલા આરતીનો સમય સવારે ૫ઃ૩૦ કલાકે, તા. ૨૮ના મંગલા આરતીનો સમય સવારે ૬ઃ૦૦ કલાકે, તથા તા. ૨૮ના સાંજે ૫ વાગ્યે અન્નકૂટ દર્શન અને તા. ૨૯ના મંગલા આરતી સવારે ૯ કલાકનો સમય રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY