કચ્છ,તા.૪
ગુજરાતના દરિયા કીનારે પણ હવે ડોલ્ફિન માછલીઓ જોવા મળી છે. અત્યાર સુધી જા આપણે ડોલ્ફિન માછલી જાવી હોય તો ગુજરાત સીવાય અન્ય જગ્યાએ જવું પડતું હતું. પરંતુ હવે ગુજરાતમાં ડોલ્ફિન માછલીઓ જાવા મળી છે.
વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના અભ્યાસમાં જાણવા મળ્યું કે સમગ્ર વર્ષ દરમિયાન ભારતના દરિયા કિનારે જાવા મળેલી ૩૭૧ ડોલ્ફિનોમાંથી ૨૩૫ માત્ર ગુજરાતના ઓખા અને પિરોટન ટાપુના કિનારે જોવા મળી છે.
ગુજરાતમાં કચ્છના અખાતમાં જોવા મળેલી ડોલ્ફિન બાદ એવી ભલામણ કરાઈ રહી છે કે આ વિસ્તારને સસ્તન દરિયાઈ જળચર પ્રાણીઓ માટે ભારતનો મહત્વપૂર્ણ વિસ્તાર જાહેર કરવામાં આવે. ‘રિકવરી ઓફ ડુગોંગ એન્ડ ધેર હેબિટેટ ઈન ઈન્ડિયા’ ટાઈટલ હેઠળ કરાયેલા અભ્યાસમાં કચ્છના અખાત, અંદામાન અને નિકોબાર ટાપુ, મનારનો અખાત અને પાલ્ક બે ખાતે કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સામે આવ્યું કે ગુજરાતના દરિયા કિનારે માત્ર ૭ ડુગોંગ જોવા મળ્યા. તેમાંથી ૨ મૃત હાલતમાં હતા જે ચિંતા જનક બાબત છે. જ્યારે વિશેષજ્ઞોને ૩૦ જેટલા ડુગોંગ મળવાનો અંદાજ હતો. સમગ્ર ભારતમાં ગુજરાતના દરિયા કિનારે સૌથી વધારે ડોÂલ્ફનો જાવા મળી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




