દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આરોપ હેઠળ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ

0
12

મુઝફ્ફરપુર,તા.૨૬
દેશને લાંછન લાગે તેવી વર્તણૂક કરવા બદલ તથા દેશની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડવાના આરોપ હેઠળ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરિપ્રસાદની કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડવામાં આવ્યો છે.
એડવોકેટ ઓઝાએ કરેલી ફરિયાદમાં રાહુલ ગાંધીએ ભારતની બેકારી અને ગરીબીને કારણે ઇસ્લામિક સ્ટેટ જેવા ગ્રૂપ અસ્તિત્વમાં આવે છે કહી ત્રાસવાદને પ્રોત્સાહન પૂરું પાડી દેશની ગરિમાને લાંછન લગાડ્યું હોવાનો આક્ષેપ મૂક્્યો છે.
ગાંધીએ જર્મની અને બ્રિટનની મુલાકાત સમયે ભારતનો ત્રાસવાદ બેકારીનું પરિણામ છે એમ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ મહિલાઓ ઉપરના અત્યાચારો અંગે ભારતીય સંસ્કૃતિને જવાબદાર ઠેરવી હતી. ઓઝાએ ફરિયાદમાં જણાવ્યું છે કે રાહુલ ગાંધીએ વિદેશી ધરતી પર ભારતની નામોશી આચરી છે. તેમણે દેશમાં તણાવ ફેલાવવા માટે વિદેશની ભૂમિ પર ભારતની પ્રતિષ્ઠા જાખમાય તેવા નિવેદન કર્યા છે. ગાંધીનો આશય દેશમાં અરાજકતા ફેલાવવાનો હોવાનો ઓઝાએ આરોપ મૂક્્યો છે.
સુધીરકુમાર ઓઝાએ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કેસની સુનાવણી ૪ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY