સુરત,તા.૧૪
સુરતમાં ડિંડોલી વિસ્તારમાં બે બનાવો અત્યંત ધૃણાસ્પદ બન્યા છે. ત્યારબાદ આજે ફરી આ જ વિસ્તારમાં હેલ્થકેર તબીબ પર લોકોએ અશ્લિલ વીડિયો ઉતારતો હોવાનો આક્ષેપ કર્યો છે.આ આક્ષેપ એવો કરવામાં આવ્યો છે ડોકટર મહિલા સામે છેડતી કરી રહ્યો છે અને તેમના કપડા ઉતારી વીડિયો ઉતારે છે. જેને લઇ ડીડોલી શૈલ સંજીવની હેલ્થ કેર સેન્ટરમાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતુ અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
માહિતી અનુસાર સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી શૈલ સંજીવની હેલ્થ કેર સેન્ટરમા તબીબે ૧૪૫ મહિલા દર્દીઓની અશ્લીલ ક્લીપ બનાવી હોવાનો આરોપ લગાવવામા આવ્યો છે. આ હોસ્પિટલમાં સારવાર લેવા આવતી મહિલાની છેડતી સાથે તેનો વીડિયો ઉતાર્યો હોવાનો આક્ષેપ તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. મહિલા દર્દીના પરિવારજનો અન્ય લોકો સાથે ટોળુ ઉમટી પડ્યુ હતુ, જેમણે મહિલાની છેડતી સાથે તેનો વીડિયો ઉતારતા હોવાની ફરિયાદ બાદ વિવાદ થયો હતો. આ વિવાદ એટલો તીવ્ર બની ગયો હતો કે મહિલા પરિવાર દ્વારા તબીબ અને કમ્પાઉન્ડરને માર મરાયો હતો અને વિરોધ કરાયો હતો.
આ ઘટના ખૂબ જ ગંભીર હોવાથી ડિંડોલી પોલીસે આક્ષેપ કરનાર મહિલાના ભાઇને વિડીયો લેવા મોકલ્યો હતો પરંતુ તે મોડી રાત સુધી પરત નહીં આવતા આ ઘટના અંગે કોઇ ગુનો દાખલ કરાયો ન હતો.
ત્યારબાદ બીજી તરફ મહિલાના ભાઇએ એવો આક્ષેપ કર્યો હતો કે તેમની પાસે વીડિયો પૂરાવો છે તે સમયે પોલીસે તેને પૂરાવો લેવા મોકલ્યો હતો પરંતુ તે પરત નહીં આવતા હવે પોલીસ પણ ઉંડાણ પૂર્વક તપાસ કરી સાચી માહિતી એકઠી કરી આગળની તપાસ હાથ ધરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



