જામનગરના બેડેશ્વરમાં દારૂની મહેફીલ ઉપર પોલીસ ત્રાટકી

0
73

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રાધિકા નિવાસ નામના રહેણાંક મકાનમાં દારૂની મહેફીલ જામી છે અને કેટલાક બેવડઓ એકત્ર થઈને દારૂનો નશો કરી રહ્યા છે તેવી બાતમી જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાના સ્ટાફને મળતા મકાન પર દરોડો પાડ્યો હતો જે દરોડા દરમિયાન જામનગર તેમજ રાજકોટના સાત જેટલા શખ્સો દારૂનો નશો કરી રહેલા નજરે પડ્યા હતા. જેથી પોલીસે બેડેશ્વર અરીઅપ્પા અંબીગર, સાગર શૈલેશ પ્રજાપતિ, સતિષ રાજન પેટલી, સતનેશકુમાર અમરનાથ પાંડે, નરેશ ચંદુલાલ પટેલ, અવધ નારાયણ બેચેનરામ તેમજ બોસ બાબુ શ્યામભૈયા નાયક વગેરેની દારૂના નશો કરેલી હાલતમાં અટકાયત કરી લઈ તેઓ પાસેથી દારૂની બોટલ ગ્લાસ વગેરે સહિતની સામગ્રી કબજે કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY