રાજકોટ,તા.૧૪
રાજકોટમાં નવરાત્રીની રંગત જામી છે ત્યારે રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવરાત્રી દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા રોમિયોગિરી અટકાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગરબાના ગ્રાઉન્ડ પર મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત છે. જે રોમિયોગિરી કરતા ઇસમો પર સત્તત વોચ રાખી રહી છે.
દેશમાં નવરાત્રી ચાલી રહી છે જેને લઇને રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સુરક્ષાવ્યવસ્થા ગોઠવી છે. જેમાં રાજકોટ પોલીસના ૨ હજાર જવાનો સાથે ૮ એસીપી, ૨ ડિસીપી સહિત જેસીપી પણ રાત્રી દરમિયાન ખડેપગે છે. રાજકોટ પોલીસ દ્વારા આ વર્ષે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં ગરબાના ગ્રાઉન્ડ પર મહિલા કોન્સ્ટેબલ પર અન્ય લોકોની જેમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમતા રમતા ગ્રાઉન્ડમાં યુવતીઓની પજવણી કરતા કે છેડતી કરતા ઇસમો પર ખાસ વોચ રાખવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટ પોલીસ દ્વારા આ પ્રકારના પ્રયોગથી શહેરમાં મહિલાઓને અને યુવતીઓ રાત્રી દરમિયાન વધારે સુરક્ષીત છે.
નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા વાહનચાલકોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં નશીલા દ્રવ્યોનું યુવાનો દ્વારા સેવન કરવામાં આવ્યું હોય તો તે મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નાના મોવા ચોક ખાતે વાહનચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






