ઉત્તર દિશાથી પવન ફુંકાતા દક્ષિણ ગુજરાતમાં તાપમાન ત્રણ ડીગ્રી નીચું

0
7

સુરત શહેરમાં મહત્તમ તાપમાન ૩૨ ડીગ્રી
સુરત, તા. ૮
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી ઉત્તર દિશાથી કલાકના ૩ થી ૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે ગરમીમાં વધારો નોંધાયો છે. આજે સડસડાટ ૩ ડીગ્રી તાપમાન વધી જતા બપોરના સમયે ઉનાળાના તાપનો અનુભવ થયો હતો.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૨ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૯.૩ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને હવાનું દબાણ ૧૦૧૪.૬ મિલીબાર નોંધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૨ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે અધિકતમ તાપમાનમાં ૩ ડીગ્રી અને ન્યુનતમ તાપમાનમાં ૨ ડીગ્રીનો વધારો નોંધાયો છે. નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૩૧.૯ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું છે. ગતરોજની સરખામણીએ આજે એકથી બે ડિગ્રી તાપમાન વધ્યું છે. વલસાડમાં આજે અધિકતમ તાપમાન ૩૦ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૫.૬ ડીગ્રી નોંધાયું છે. વલસાડમાં આજે એક ડીગ્રી તાપમાન વધ્યું છે.
હવામાન વિભાગના સૂત્રો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનનો પારો ચઢતો જશે અને ગરમીમાં વધારો નોંધાશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY