પ.બંગાળની એક પ્રાઇમરી સ્કૂલમાં ધોળા દિવસે ગોળીબાર, ૨ શિક્ષક ઘાયલ

0
52

દિનહાટા,તા.૧૯
પશ્ચિમ બંગાળના કૂચબિહારના દિનહાટામાં બુધવારે સવારે એક પ્રાથમિક સ્કૂલમાં અસામાજિક તત્વો ઘૂસીને અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં બે શિક્ષકો ઝપેટમાં આવી જતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પ્રાથમિક તપાસમાં મળેલી જાણકારી અનુસાર, આ ઘટના ગીતાલદેહ સ્થિત હરિરહાટ પ્રાથમિક સ્કૂલમાં બની હતી. અહીં સવારે સ્કૂલ ખૂલ્યા બાદ થોડીક જ ક્ષણોમાં અમુક બાઇક સવાર ત્યાં પહોંચ્યા અને તેઓ સ્કૂલમાં પ્રવેશ કરીને ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્કૂલ તૃણમૂલ નેતા મુફજ્જલ હોસૈનના મોટા ભાઇ મજનૂ હોસૈનની છે.
આ ઘટનામાં બે શિક્ષક અને એક તૃણમૂલ કાર્યકર્તા પણ ઘાયલ થયો હતો. ઘાયલ લોકોમાં શિક્ષક મનોવારા હોસૈનની સાથે મુફજ્જલ હોસૈનનો પણ સમાવેશ થાય છે. તેને સારવાર માટે કૂચબિહારની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જા કે, દિનહાટામાં છેલ્લા કેટલાક દિવસોથી યુવા તૃણમૂલ અને તૃણમૂલ મદર જૂથની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ત્યારપછીથી અહીં તણાવનો માહોલ ફેલાયેલો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY