ઇડર,તા.૨૭
લોકો પોતાના વ્હાલસોયાની વિદાય બાદ તેમની સ્મૃતિમાં અનેક સેવા કાર્ય કરતા હોય છે પરંતુ ઈડરના દોશી પરિવારે પરિવારના મોભીની વિદાય બાદ તેમની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરી અનોખો ચીલો ચાતર્યો છે. ઈડરમાં જય પેઇન્ટના વ્યવસાયના સાથે સંકળાયેલા જીવદયાપ્રેમી શાંતિલાલ શાહનું અવાસન થયા બાદ તેમની સ્મૃતિમાં તેમના સંતાનો દ્વારા ૧૦૮ વૃક્ષો રોપવામાં આવ્યા છે.
દોશી પરિવારનાં મોભી શાંતિલાલ દોશીનું ૧૩મી જુનાં રોજ અવસાન થયું હતું. તેઓ જીવદયા પ્રેમી હતા અને જગતનું ભલુ થાય તેમ નિરંતર ઇચ્છતા હતા. તેમની સ્મૃતિમાં ગુરૂવારે ઈડરની મહાવીરનગર સોસાયટીમાં એક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હત
આ કાર્યક્રમમાં સમગ્ર સોસાયટીમાં ૧૦૮ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. દોશી પરિવારે પોતાના મોભીની સ્મૃતિમાં સેવન, વડ, લીમડો, બિલી, પારિજાત જેવા વૃક્ષો વાવી જીવદયાપ્રેમી વડીલને વૃક્ષાંજલી આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



