દીપડાને ઝડપી લેવા વનવિભાગની તેજ કવાયત, જંગલમાં નાંખ્યા ધામા

0
63

દાહોદ,તા.૨૮
દાહોદમાં આદમખોર દીપડાને ઝડપી પાડવા કવાયત તેજ કરવામાં આવી છે. ઘાનપુરના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા તપાસ હવે તેજ થઈ છે. વન વિભાગની ચાલુ કામગીરી દરમિયાન લાઈવ સેટેલાઈટ ઈમેજ મળી આવી છે.
જે આધારે દીપડાને ઝડપી પાડવા પાંજરા મુકવામાં આવ્યા છે. મહત્વનું છે કે તપાસ દરમિયાન દીપડાના પગના નિશાન મળી આવતા. આસપાસના ગ્રામજનોને પણ આ બાબતે જાગૃત કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, પંચમહાલના દાહોદમાં છેલ્લા ૬ દિવસથી આદમખોર દીપડાએ આતંક મચાવ્યો છે. છેલ્લા ૬ દિવસમાં ૩ વ્યક્તિનો દીપડાએ ભોગ લીધો છે. ત્યારે હવે વનવિભાગની ટીમે પણ કાર્યવાહી શરૂ કરી છે. દીપડાને શોધવા માટે સાસણગીર અને ભાવનગરથી વનવિભાગની ટીમો બોલાવવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, હાલમાં ૧૫૦ જેટલા વનવિભાગના કાર્મચારીઓ દીપડાને શોધવા માટે કામગીરી કરી રહ્યા છે. આ સાથે જ દીપડાને પકડવા માટે વનવિભાગે કેમેરા અને ૭ જેટલા પાંજરા પણ મુક્્યા છે. મહત્વનુ છે કે, દીપડાએ છેલ્લા ૬ દિવસમાં ૫ લોકો પર હુમલો કર્યો છે. ધાનપુર તાલુકાના કોટંબી ગામમાં ૯ વર્ષની બાળકી પર હુમલો કરતા બાળકીનુ મોત થયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY