નડીયાદ,તા.૨૨
તાલુકાના ચકલાસીમાં રહેતા પ્રેમી પંખીડાએ સ્મશાન પાસેના ઝાડ ઉપર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.ચકલાસી પોલીસે સ્થળ ઉપર પહોંચીને મૃતદેહનો કબજો લઈ તેને પી.એમ. માટે મોકલી આપ્યા હતા. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચકલાસીના રામદેવપીર મંદિર પાસેના પાટવી ફળિયામાં રહેતા નેહાબેન પુનમભાઈ વાઘેલા (ઉં.વ.૧૮) તથા એજ ફળિયામાં રહેતા યોગેશભાઈ કાંતિભાઈ વાઘેલાએ ગામના સ્મશાનમાં બુધવારની રાત્રે વડના ઝાડ ઉપર દુપટ્ટાથી ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે સ્થાનિકોએ મૃતદેહને જોતાં તુરંત જ પરિવારજનોને અને પોલીસને જાણ કરી હતી.
બદલાતા સમય સાથે યુવા વર્ગના વિચારો બદલાયા છે, પણ રૂઢિચુસ્ત સમાજ તેની વ્યવસ્થા બદલતો નથી. સમાજ વ્યવસ્થાએ અગાઉ પણ પ્રેમીઓનો ભોગ લીધો છે અને આજે તેમાં વધુ એક યુગલ ઉમેરાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


