ન્યુ દિલ્હી,તા.૨૧
નબળા રુપિયાની આગ પેટ્રોલ-ડીઝલમાં તો અત્યાર સુધી દઝાડતી હતી પરંતુ હવે સીએનજી અને પીએનજીમાં પણ કિંમતોને રોકોર્ડ બ્રેક લેવલે લઈ જશે. ઘર વપરાશના ગેસના ભાવ માટે ૬ મહિનાની રિવાઈંડ કૃમિ આગામી ઓક્ટોબરમાં મળશે. જે બાદ ગેસ સીલિન્ડરના ભાવમાં વધારો આવી શકે છે. તો સીએનજીમાં પણ મોટો ભાવ વધારો તોળાઈ રહ્યો છે.
દેશમાં આવેલ ગેસ ફિલ્ડમાંથી નીકળતા ગેસની બેઝ પ્રાઇસમાં પ્રતિ યુનિટ ૧૪% એટલે કે ૩.૫ ડોલર લગભગ ૨૫૨ રુપિયા જેટલો વધારો થઈ શકે છે. માર્ચ ૨૦૧૬માં ગેસના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો પ્રતિ યુનિટ ૩.૮૨ ડોલર એટલે ૨૭૫.૧૭ રુપિયા વધારવામા આવ્યા હતા. નેચરલ ગેસની કિંમત ગેસના સરપ્લસ માર્કેટ જેવા કે અમેરિકા, કેનેડા, યુકે અને રશિયામાં રહેલા ભાવના આધારે દર ૬ મહિને નક્કી થાય છે.
નબળા રુપિયાના કારણે તમામ શહેરોમાં સીએનજી અને પીએનજીના ભાવ વધશે. રુપિયાના ધોવાણને કારણે સીએનજી અને પીએનજી સવિર્સ પ્રોવાઇડર માટે નેચરલ ગેસ મોંઘો થઈ જાય છે. જેના કારણે તેમણે નાછૂટકે પણ ભાવ વધારવા પડે છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં એનસીજીના એક માત્ર સપ્લાયર ઇંદ્રપ્રસ્થ ગેસ લિ.એ એપ્રિલથી સીએનજીના ભાવમાં ત્રણવાર વધારો કર્યો છે. જેના કારણે કુલ કિંમતમાં ૨.૮૯ રુપિયાનો વધારો નોંધાયો છે. જેમાંથી અડધો અડધ રુ. ૧.૪૩નો વધારો તો ફક્ત રુપિયાના ધોવાણને કારણે થયો છે.
કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે તેમના માટે ખરીદ કિમત ડોલરમાં હોય છે. જેના કારણે રુપિયાનો ભાવ ઘટતા તેમને વધુ ખર્ચ કરવો પડે છે. ભારત તેની જરુરિયાતના અડધાથી વધુ ગેસ આયાત કરે છે. જેની કિંમત દેશમાં ઉત્પન્ન થતા ગેસની કિંમત કરતા બે ગણી હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



