દીવમાં ૫૯માં મુક્તિ દિનની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિ આપી ધ્વજવંદન કરાયું

0
31

દીવ,તા.૧૯
સંઘ પ્રદેશ દીવમાં ૫૯માં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દીવના સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે સવારે શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કલેક્ટર સલોની રાય દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
દીવ પ્રશાસન દ્વારા કે દીવ મુક્તિ દિવસને સ્પેશિયલ બનાવવા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. દીવ જિલ્લાની સરકારી કચેરીઓ, દરેક હોટલો, રસ્તાઓ, હોસ્પિટલ, દીવ-ઘોઘલા બ્રિજ વગેરેને રોશનીથી સજાવવામાં આવ્યા છે. જેમાં દીવ વિદ્યુત વિભાગના કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ દીવ મુક્તિ દિવસને દીવમા અનેરા પર્વની જેમ ઉજવવામાં આવે છે. દીવ ફેસ્ટિવલ દરમિયાન દીવમા અનેક સ્પર્ધાઓ યોજાશે. જેમાં તરણ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, જેવી અનેક સ્પર્ધાઓ સાથે મેગા ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સંગીત જલ્સામાં ગીતા રબારી, વિજય સુંવાળા સહિત ગાયકો દ્વારા દીવની ઘોઘલા જેટી પર પરફોર્મન્સ આપવામાં આવશે. આ પ્રસંગે દીવ પ્રશાસન દ્વારા દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયના નેતૃત્વમાં તૈયારીઓ ચાલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY