લખનઉ,તા.૩૧
વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં માયાવતીનાં બહુજન સમાજ પક્ષ (બીએસપી) સાથેનાં જાડાણ અંગે વહેતી થયેલી અટકળો વચ્ચે સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં લોકો તેમજ વિચારોનો સંગમ જાવા મળશે અને જલદી જ બધું લોકોની સામે આવી જશે.
રાજ્યમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને પરાજય આપ્યા બાદ અખિલેશ યાદવ અને માયાવતી વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે જ્યાં ૮૦માંથી ૭૩ બેઠક મેળવી હતી તે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીજાડાણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પત્રકારોને આપેલી મુલાકાતમાં અખિલેશે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં લોકોનો અને વિચારોને સંગમ જાવા મળશે અને જલદી જ એ બધું લોકોની સામે આવી જશે.
કાંગ્રસ આ ગઠબંધનનો હિસ્સો હશે? એ પ્રકારના પુછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં તમને લોકો અને વિચારોમાં સંગમ જાવા મળશે અને તમારા પ્રશ્ર્નનો જવાબ આમાં જ આવી જાય છે. મધ્ય પ્રદેશમાં કાંગ્રેસને સરકાર રચવામાં ટેકો આપ્યો હોવા છતાં યાદવ અને માયાવતી બંને આ દાયકાઓ જૂના પક્ષથી સુરક્ષિત અંતર રાખી રહ્યા છે.
સમાજવાદી પક્ષના એકમાત્ર સાંસદને કમલનાથના પ્રધામંડળમાં સ્થાન આપવામાં ન આવ્યું ત્યારે યાદવે તેની નારાજગી છાની નહોતી રાખી અને કહ્યું હતું કે આમ કરીને કાંગ્રેસે ઉત્તર પ્રદેશનો માર્ગ મોકળો કરી દીધો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





