દીવમાં ઉઘાડી લૂંટ : એન્ટ્રીના નામે ૬૦ રૂપિયા ખંખેતરી ખાખી

0
77

દીવ,તા.૨૩
દીવમાં એન્ટ્રીના નામે વધુ રૂપિયા પોલીસ ખંખેરતી હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિકે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં નોંધાવી છે. રાજકોટની બસના દીવમાં એન્ટ્રીના ૧૪૦ રૂપિયા લેવામાં આવ્યા હતા. ઉપરાંત વધુ ૬૦ રૂપિયા એન્ટ્રીના નામે પોલીસ લેતી હોવોનો આક્ષપ એક નાગરિકે કર્યો છે. દરરોજ હજારો પ્રવાસીઓ પાસેથી એન્ટ્રીના નામે ઉઘરાણા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ અંગે નાગરિક દ્વારા વીડિયો પણ ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે.
ગ્રાહક સુરક્ષામાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની શાળાના બાળકો પ્રવાસ માટે ગત ૧૨ ડિસેમ્બરના રોજ સવારે સાડા ચાર વાગ્યે દીવ ગયા હતા. ત્યારે દીવ ચેક પોસ્ટ પર જીજે ૧૬ વાય ૯૧૬૧ નંબરની બસ દીવ જવા માટે પહોંચ નંબર ૩૧થી ફી પેટે ૧૪૦ અને વધુના ૬૦ રૂપિયા એમ ૨૦૦ રૂપિયા પોલીસ દ્વારા લેવામાં આવ્યા હતા. વીડિયોમાં પોલીસ બોલે છે કે ૬૦ રૂપિયા વધુ અમે એન્ટ્રી ફી લઇએ છીએ. તેના માટે અમે ડ્રાઇવરનું લાયસન્સ અને ગાડીઓ ચેક કરતા નથી. પોલીસ લાંચ લઇને કોઇ આતંકવાદી અથવા પ્રવાસીઓને નુકસાન કરવા માટે દીવમાં આવારા તત્વો ઘૂસી જશે અને તેઓની ગાડી લાંચ લેવાના કારણે ચેક નહીં કરે. જેથી ન જોઇ હોય તેવી મોટી દુર્ઘટના બની શકે તેની જવાબદારી કોની રહેશે?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY