ઈન્ડોનેશિયામાં સુનામીનો હાહાકારઃ મૃત્યુઆંક ૨૮૧એ પહોંચ્યો,૧૦૦૦થી વધુ ઘાયલ

0
3

જ્વાળામુખી હજુ પણ સક્રિય,વધુ એક સુનામી આવવાની શક્યતા
જાકાર્તા,તા.૨૪
ઇન્ડોનેશિયાના સુંડા અખાતમાં શનિવારે રાતે જ્વાળામુખી ફાટ્યા બાદ આવેલી સુનામીએ પર્યટક બીચ અને તટવર્તી વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. સુનામી દરમિયાન આવેલા ૧૫થી ૨૦ ફુટના મોજામાં સપડાઇ જવાથી અત્યારસુધી ૨૮૧ના મોત થયા છે અને ૧૦૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે. ૫૦થી વધુ લોકો હજુ પણ લાપતા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી વેગીલી બનાવી દેવાઇ છે. જાકે કેટલાક વિસ્તારોની સ્થિતિ એટલી ખરાબ છે કે રાહત સેવા પહોંચાડવામાં તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુનામી લહેરો બાંટેન પ્રાંતના પાંડેગલાંગ અને સેરાંગ જિલ્લા અને લામ્પુંગ પ્રાંતના દક્ષિણ લામ્પુંગના દરિયાકિનારના વિસ્તારોમાં અથડાઈ હતી. ઇન્ડોનેશિયાના એક્સપટ્‌ર્સ અનુસાર, સુંડા સ્ટ્રેટમાં વધુ એક સુનામી આવવાની શક્્યતાઓ છે.
સુનામીને કારણે દક્ષિણ સુમાત્રાના બંદર લામપંગમાં સૈંકડો લોકોને ગવર્નરની કચેરીમાં શરણ લેવી પડી છે. હોનારત સંચાલન સંસ્થાનું કહેવું છે કે સુનામીને કારણે સૈંકડો ઇમારતોને નુકસાન પહોંચ્યું છે, કેટલીક ઇમારતો તો જમીનદોસ્ત થઇ ગઇ છે. પાંડેંગલાંગ, દક્ષિણી લામપાંગ અને સેરાંગ વિસ્તારમાં સૌથી વધુ લોકોના મોત થયા છે.
સરકારી સંસ્થાઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. ઇન્ડોનેશિયાના મોસમ વિભાગે કહ્યું છે કે ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટતા શનિવારે સ્થાનિક સમય મુજબ ૯ઃ૨૭ કલાકે દક્ષિણ સુમાત્રા અને પશ્ચિમી જાવાની પાસે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા અને કાંઠાને તોડીને તેના પાણી આજુબાજુના વિસ્તારોમાં વીજળીવેગે પ્રસરી ગયા હતા. જેના કારણે ભારે તબાહી સર્જાઇ હતી. સુનામીનું કારણ અનાક ક્રાકાટાઓ જ્વાળામુખી ફાટ્યા બાદ દરિયાની નીચે ભૂસ્ખલન સુનામીનું કારણ હોઇ શકે છે.
આ ઉપરાંત મોસમ વિજ્ઞાનીઓએ મોજાના ઉછાળાનું કારણ પૂર્ણિમાના ચંદ્રને પણ ગણાવ્યું છે. કારિટા બીચ પ્રવાસીઓ માટે અત્યંત લોકપ્રિય સ્થળ છે અને આ સ્થળે સુનામીના ઊંચા મોજા સાથે સ્ટીલની છતો, લાકડા તેમજ અન્ય કાટમાળ ઘસી આવતા સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY