કોલકાત્તા,તા.૧૯
પશ્ચીમ બંગાળના આસનસોલમાં દિવ્યાંગોના વ્હીલચેર અને અન્ય ઉપકરણોનો વિતરણ એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સામાન્ય બાબતે ભડકીયા હતા. આ દરમિયાન તેમણે એક યુવકને પગ તોડી નાખવાની ધમકી આપી હતી. તેમણે યુવકને જણાવ્યું કે, હું તારો એક પગ તોડીને તને વ્હીલચેર પર લાવી દઇશ.
હકીકતમાં બાબુલ સુપ્રિયોને એક સામાજીક સશિકતકરણ શિબિરમાં દિવ્યાંગોને વ્હીલચેર અને અન્ય ઉપકરણોનો વિતરણ કરવા આંમત્રિત કરાયા હતા. આ દરમિયાન તેઓ એક વ્યકિતથી હેરાન થઇ ગયા હતા અને તેમણે યુવકને જણાવ્યું કે, ‘તું કેમ ફરી રહ્યો છે, કૃપા કરીને બેસી જા’. જાકે યુવકે તેમની વાત ન સાંભળતા, સુપ્રિયોએ ઠપકો આપતા જણાવ્યું કે, શું થયું તને? હું તારો એક પગ તોડીને તને વ્હીલચેર આપી શકું છું. અહીંયા આવ.
મંત્રીએ તેમના સુરક્ષાકર્મીને આદેશ આપી દીધું હતું કે, ફરીથી જા આ યુવક ફરતો દેખાય તો તેના પગ તોડી નાખજા અને એક વ્હીલચેર આપી દેજા. તેમનું આ નિવેદન સોશલમીડિયા પર વાયરલ થઇ ગયું હતું.
જાકે, આ પ્રથમ વખત નથી કે, ગીતકારથી નેતા બનેલા બાબુલ સુપ્રિયોએ કોઇ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય. આ અગાઉ માર્ચમાં પણ તેમણે આસનસોલની મુલાકાત લીધી હતી, જ્યારે રાજ્યમાં રામનવમી દરમિયાન સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી હતી. ત્યારે તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે, તે લોકોના ચામડા ચીરી નાંખશે. જાકે બાદમાં તેમણે સ્પષ્ટતા આપ્તા જણાવ્યું હતું કે, તેમણે આ નિવેદન ગુસ્સામાં કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




