દીકરીનો જન્મદિવસ ઉજવવા આવેલા જવાનની નક્સલીઓએ કરી ક્રૂર હત્યા

0
22

પટના,તા.૧૯
બિહારના જમુઈ જિલ્લામાં સશસ્ત્ર સીમાદળના જવાનની હત્યાના કેસમાં માઓવાદીઓએ ક્રૂરતાની તમામ હદને પાર કરી હતી. દીકરીના જન્મદિવસની ઉજવણી માટે રજા પર ઘરે આવેલા જવાનને માઓવાદીઓએ સોમવારે જવાનને ઘરથી બહાર ઢસડીને તેની ગોળી મારી હત્યા કરી હતી. મૃતક જવાનની ઓળખ જિલ્લાના પાંડેઠીકા ગામના સિંકદર યાદવ તરીકે થઇ છે અને તે બિહારના મધુબની જિલ્લામાં સ્થિતિ એસએસબીની ૪૮મી બટાલિયનમાં તૈનાત હતો.
આ હત્યાકાંડની તપાસ કરી રહેલા જીૐર્ં (બરહટ) સુનીલ કુમારે મંગળવારે જણાવ્યું કે, ‘સિકંદરની તે સમયે હત્યા કરવામાં આવી હતી જ્યારે તેમનો પરિવાર દીકરીના ચોથા જન્મદિનની ઉજવણી કરી રહ્યો હતો.’ સિકંદરની હત્યા પહેલા બે માઓવાદી જવાનની શોધમાં પોલીસ યુનિફોર્મમાં તેમના ઘરે આવ્યા હતા. જેવા તેઓ ઘરમાંથી બહાર આવ્યા ત્યારે ૨૦ અન્ય માઓવાદીઓએ તેમને પકડી લીધા અને બંદૂકની અણી પર ઢસડીને જવાનને લઈ ગયા હતા.
સુનીલ કુમારે જણાવ્યું કે, ‘સિકંદરની તેમના ઘરથી થોડા જ અંતરે ગોળી મારી હત્યા કરવામાં આવી’. ગામના રહેવાસીઓએ દાવો કર્યો છે કે માઓવાદીઓમાં મહિલાઓ પણ સામેલ હતી. હત્યા સમયે માઓવાદી તેમને પોલીસના જાણકાર હોવાનું જણાવ્યું હતું. હત્યા કર્યા બાદ માઓવાદી મૃતદેહ ત્યાં રસ્તા પર છોડીને જંગલમાં ફરાર થઇ ગયા હતા.
સુનીલ કુમારે મંગળવારે જણાવ્યું કે નક્સલીઓની સંખ્યા ૨૦ થી ૨૫ હતી. મૃતદેહ પોલીસને મળી આવ્યો છે. અને નક્સલીઓ વિરુદ્ધ દરોડાની કાર્યવાહી હાધ ધરાઈ છે. ઘટનાસ્થળેથી પોલીસને એક પત્ર મળ્યો છે, જેમાં નક્સલીઓએ હત્યાની જવાબદારી લેતા મૃતક જવાન પર પોલીસ મુખબરીનો આરોપ લગાવ્યો છે. મૃતક જવાન સિંકદર યાદવ ૧૫ સપ્ટેમ્બરના રોજ રજા પર ઘરે આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY