ન્યુ દિલ્હી,તા.૧૯
ન્યાયની બાબતમાં એક પ્રચલિત ઉક્તિ છેઃ મોડો ન્યાય મળવો એ ન્યાય ન મળવા બરાબર છે. આવું જ કંઇક ચિત્ર સમગ્ર દેશમાં છે. એક અહેવાલ પ્રમાણે,. દસ વર્ષથી જૂના હોય એવા ૨૨ લાખ જેટલા કેસો નીચલી અદાલતોમાં પેન્ડિંગછે.
નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડનાં ડેટા મુજબ, આજની સ્થિતિ એ દેશની જુદી જુદી નીચલી અદાલતોમાં ૨૨,૯૦,૩૬૪ કેસો, કે જે દસ વર્ષથી જુના છે, પેન્ડિંગછે. આ તમામ કેસોમાં, ૫,૯૭,૫૯૫ કેસો સિવિલ કેસો છે જ્યારે ૧૬.૯૨ લાખ ક્રિમિનલ કેસો છે. સિવિલ કેસોમાં સામાન્ય રીતે બેવ્યક્તિ ઓ અથવા સંસ્થાઓ વચ્ચેની તકરારને લગતાં હોય છે.
નેશનલ જ્યુડિસિય ડેટા ગ્રિડનો એ પ્રયાસ છે કે, દેશની અલગ અલગ અદાલતોમાં ચાલતા કેસોનું મોનિટરિંગ કરવું અને વિવિધ પ્રયાસો દ્વારા આ કેસોનો ઝડપથી નિકાલ કરવો. સુપ્રિમ કોર્ટની ઇ-કમિટિ દ્વારા નેશનલ જ્યુડિસિયલ ડેટા ગ્રિડ નામનો પ્રોજેક્ટ લોંચ કરવામાં આવ્યો હતો. દેશના અલગ-અલગ અદાલતોમાં પેÂન્ડંગ કેસો વિશેના ડેટો એકત્રિક કરવાનો હેતુ આ પ્રોજેક્ટનો છે.
આ તમામ ડેટાને સિવિલ અને ક્રિમિનલ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે અને આ તમામ કેસો કેટલા વર્ષથી પડતર છે તેની વિગતો અલગ તારવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દેશના ૨૪ રાજ્યોની હાઇકોર્ટોનાં મુખ્ય ન્યાયમૂર્તિઓને વિનંતી કરી રહી છે કે, વિવિધ કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવે. આ કેસોમાં ૧૦ વર્ષથી જુના હોય તેનો સમાવેશ થાય છે.
વખતો વખતની કેન્દ્ર સરકારના કાયદા મંત્રીઓ હાઇકોર્ટનાં ન્યાયમૂર્તિઓને વિનંતી કરતા આવ્યા છે કે, તેમના કાર્યક્ષેત્રમાં આવતી નીચલી અદલતોમાં પડતર કેસોનો ઝડપથી નિકાલ થાય એ માટે પ્રયત્નો હાથ ધરે. આ પડતર કેસોનો નિકાલ કરવામાં જે કેટલાક પ્રયત્નો છે તેમાં વધુ ન્યાયાધીશોની ભરતી કરવાનો પણ સમાવેશ થાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


