અમદાવાદ,તા.૨૦
અમદાવાદમાં નવજાત બાળકોના ત્યજવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધારે પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે ગઇકાલે સવારે રખિયાલ વિસ્તારમાં એક રિક્ષા ડ્રાઇવરને પોતાના ઘર પાસેથી નવજાત બાળકી મળી આવી હતી. જેની ફરિયાદ તેમણે રખિયાલ પોલીશ સ્ટેશનમાં કરાવી હતી.
આ મામલામાં પોલીસ વિગતોમાંથી મળતી માહિતી પ્રમાણે મહાગુજરાત બેકરીની પાસે, રખિયાલ વિસ્તારમાં રહેતા રિક્ષા ડ્રાઇવરને ગઇકાલે સવારે આઠ વાગ્યાની આસપાસ એક નવજાત બાળકી મળી આવી હતી.
આ રિક્ષા ડ્રાઇવરે આ અંગે કહેતા જણાવ્યું કે, ‘અમારી ચાલીની બહાર એક અવાજ આવતા અમે આસપાસના લોકો ભેગા થયા હતાં. અમારી ચાલીની પાતળી ગલીમાં એક ડોલમાંથી નવજાત બાળકી મળી આવી હતી. જ્યારે તે મળી ત્યારે તે ઘણી જ રડી રહી હતી. અમે આસપાસ આની તપાસ કરી કે આ કોની બાળકી છે પરંતુ તેની કોઇ ભાળ ન મળી.
આ ઓટોરિક્ષાના ડ્રાઇવરે રખિયાલ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ અજાણ્યા માણસો સામે નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





