મેલબર્ન,તા.૨૦
ઓસ્ટ્રેલિયાના મોલબોર્ન શહેરમાં આતંકવાદી હુમલાનું કથિત કાવતરૂં રચવાના આરોપ હેઠળ ત્રણ વ્યક્તિની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ એવા સમયે કરાઈ છે જ્યારે, ઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત થઈને લગભગ બે અઠવાડિયા પહેલા ૯ નવેમ્બરના રોજ બે લોકો પર ધારદાર હથિયાર વડે જાહેરમાં હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના અનુસાર તૂર્કી મૂળના ત્રણ વ્યક્તિને આખી રાત ચાલેલી દરોડાની કાર્યવાહી બાદ ધરપકડ કરાયા છે. તેઓ મેલબોર્નમાં ભીડવાળા વિસ્તારમાં હુમલાની યોજના બનાવી રહ્યા હતા.
મુખ્ય પોલીસ કમિશનર ગ્રાહમ એશટને જણાવ્યું કે, ત્રણેય વ્યક્તિ આઈએસઆઈએસથી પ્રેરિત હતા, પરંતુ તેમને આ સંગઠન સાથે સીધો કોઈ સંબંધ ન હતો. તેમણે જણાવ્યું કે, અમને વિશ્વાસ છે કે આજે અમે ઉઠાવેલા આ પગલાથી આ સમૂહના સમુદાયના કોઈ પણ ખતરાને સમાપ્ત કરી દેવાયો છે.
ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિના નામ જાહેર કરાયા નથી. માર્ચ મહિનાથી આ ત્રણેય
આભાર – નિહારીકા રવિયા વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધીઓ ઉપર ધ્યાન રાખવામાં આવતું હતું. ૯ નવેમ્બરના હુમલા બાદ આ ત્રણેય વધુ સક્રિય થઈ ગયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




