સુરત,તા.૨૦
સુરત જિલ્લાના પલસાણાના કડોદરામાં રહેતા પરપ્રાંતીય શખ્સે તેના ગામની છોકરીને તેના ઘરે રાખી હોવનો વહેમ રાખી બે શખ્સોએ તેના ઘરે આવીને તેને ચોથા માળેથી નીચે ફેંકી દેતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. આ અંગે કડોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તજવીજ હાથધરી છે.
પલસાણા તાલુકાના કડોદરા સ્થિત આવેલી શિવ રેસિડેન્સીના સાંઇ સિદ્ધિ એપાર્ટમેન્ટ વિભાગ-સીના ચોથા માળે ફ્લેટ નંબર ૪૦૯માં રહેતા શિવાજી પુડલીક વાડેકર (મૂળ રહે. મહારાષ્ટ્ર) જે સુરતમાં હીરા ઘસવારનું કામ કરતો હતો.
જાકે, હાલ દિવાળીનું વેકેશન હોવાથી તેની પત્ની અને દીકરી તેમના પિયર ગયા હતા. તે દરમિયાન રવિવારે સવારે શિવાજી પુડલીક વાડેકરની બહેન સંગીતાબેન (રહે. લિંબાયત,સુરત)ની ઉપરદૂરના સંબંધી આમોલ વસંતનો ફોન આવ્યો હતો.
ફોન ઉપર જણાવ્યું કે, હું લિબાયત મરાઠી સ્કૂલની પાસે ઊભો છું તને લેવા આવો. ત્યારે સંગીતાબેન તેને પોતાના ઘરે લાવ્યા હતા. ત્યારે આમોલે સંગીતાબેનેને જણાવ્યું કે, તમારાભાઇ શઇવાજીના ઘરે મારી બેન તેના બે બાળકો સાથે રોકાઇ છે. જેને ભાડાની રૂમ અપાવાની છે.
તમે તમારા ભાઇના ઘરે મને લઇ જાવ. ત્યારે સંગીતાબેને રિક્ષા કરી કરડોદરા તેના ભાઇના ઘરે આમોલ વસંત તથા તેના બનેવી યુવરાજ સંભાજીને લઇ ગઇ હતી. જ્યાં આમોલ તથા યુવરાજે શિવાજીના પ્લાસ્ટીકની ખુરસી તથા ટીવી મૂકવાનું સ્ટેન્ડ વડે માર મારી ચોથા માળેથી નીચે નાખી દેતા તેનું મોત નીપજ્યું હતું. શિવાજીને મોતને ઘાટ ઉતારીને આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ અંગે મૃતકની બહેન સંગીતાએ કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



