રૂપિયો થયો જીવિત! : ડોલર સામે ૪૯ પૈસા મજબૂત

0
12

ન્યુ દિલ્હી,તા.૧૪
શુક્રવારે એક અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રૂપિયા ૪૯ પૈસા મજબૂત થઇને ૭૧.૭૦ના સ્તર પર ખુલ્યા છે.
ભારતીય રૂપિયાની સતત ગગડવાની સ્થિતિ પર કાબુ આવ્યો છે. શુક્રવારે એક અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો ૪૯ પૈસા મજબૂત થઇને ૭૧.૭૦ના સ્તર પર ખુલ્યા છે. વિશેષજ્ઞો પ્રમાણે દુનિયાભરમાં ડોલરની ડિમાન્ડમાં આવેલી કમીના કારણે રુપિયામાં મજબૂતી પરત આવી છે. ગુરૂવારની સાંજે અમેરિકામાં આવેલા કમજાર આર્થિક આંકડાને જાતા અન્ય કરન્સીના મુકાબલે ડોલર નબળો પડ્યો. એટલે ભારતીય રૂપિયામાં પણ જારદાર રિકવરી જાવા મળી છે.
નોંધનીય છે કે ગત બુધવારે પણ રૂપિયો ૫૧ પૈસાની મજબૂતીની સાથે ૭૨.૧૯ના સ્તર પર બંધ થયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહ સમીક્ષા બેઠક કરીને અર્થવ્યવસ્થા પર વિચારણા કરશે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ બેઠકમાં રૂપિયાના નીચા સ્તર અને તેલની વધતી કિંમતો પર ચર્ચા કરવામાં આવશે. ચર્ચા એ પણ છે કે રૂપિયાને મજબૂત કરવા માટે વ્યાજ દરોમાં વધારો કરવામાં આવી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY