ન્યુ દિલ્હી,તા.૧૪
આઠ વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે અમેરિકાની મુલાકાત લેનાર ભારતીયોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૭માં ૧૧.૧૪ લાખ ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી. ૨૦૧૬માં અમેરિકાની મુલાકાત લેનાર ભારતીયોની સંખ્યા ૧૧.૭૨ લાખ હતી. એટલે કે વર્ષ ૨૦૧૬ કરતા ૨૦૧૭માં અમેરિકાની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના નેશનલ ટ્રાવેલ એન્ડ ટ્રેડ ઓફિસ તરફથી આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
એનટીટીઓ તરફથી એપ્રિલ મહિનામાં વિદેશથી અમેરિકાના પ્રવાસે આવતા લોકોનો રેકોર્ડ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે ૨૦૧૭ના વર્ષમા અમેરિકામાં પ્રવેશ કરનાર લોકોનો ડેટા મળી શક્્યો ન હતો. પરંતુ બુધવારે એનટીટીઓ તરફથી આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભારતમાંથી આવતા મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
આ પહેલા ૨૦૦૯માં અમેરિકાના પ્રવાસે આવતા ભારતીયોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ૨૦૦૯ના વર્ષમાં ૫.૫ લાખ ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી. જે સંખ્યા ૨૦૦૮ના વર્ષ કરતા ૮% ઓછી હતી. ૨૦૦૯થી લઈને ૨૦૧૬ સુધી અમેરિકાની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાયો હતો.
આ એવો સમય હતો જ્યારે ગ્લોબલ શટ ડાઉનને કારણે કોર્પોરેટ્સ, બિઝનેસમેન અને વ્યક્તિગત લોકો પણ કોસ્ટ કટિંગ કરી રહ્યા હતા. આમ છતાં ભારતમાંથી અમેરિકાની મુલાકાતે આવતા લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધાયો હતો.
૨૦૧૭ના વર્ષમાં આવેલો ઘટાડો હંગામી હોઈ શકે છે. એનટીટીઓ તરફથી વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ સુધી અમેરિકાની મુલાકાત લેનાર ભારતીયોની સંખ્યાનો અંદાજ પણ આપવામાં આવ્યો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે મુલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાશે.
બુધવારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ૨૦૧૭ના વર્ષમાં અમેરિકાએ ૭.૭ કરોડ ઇન્ટરનેશનલ વિઝિટર્સને આવકાર્યા હતા. ૨૦૦૬ના વર્ષની સરખામણીમાં આ સંખ્યા ૦.૭ ટકા વધારે હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




