લવિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો હતો બ્રાન્ડેડ દારૂ, પોલીસે કર્યો પર્દાફાશ
વડોદરા,તા.૭
ગુજરાત સરકારે દારુના દુષણને નેસ્તનાબુદ કરવા તેમજ દારુબંધીના કડક અમલ માટે નવા કાયદા બનાવ્યા છે પણ, બુટલેગર અને ખેપીયાઓ દારુબંધીના કાયદાઓની ઐસીતૈસી કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં બનાવટી દારૂની મીની ફેકટરી ઝડપાઇ છે. આ બનાવટી દારૂ બનાવવાનો નવો કીમિયો નિહાળી પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ હતી.
દારૂની પ્લાસ્ટિક બ્રાન્ડમાંથી મોંઘી બ્રાન્ડનો દારૂ બનાવતા હતા અને ખાસ લવિંગનો પણ ઉપયોગ કરતા હતા. પાણીગેટ પોલીસે કપુરાઈ સ્થિત ઘરમાં રેડ કરી હતી. ત્યારે બે આરોપી સહિત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને કાર્યવાહી હાથ ધરી છે.
થોડા મહિના પહેલા વડોદરાના માંજલપુર વિસ્તારની કલ્યાણભાગ સોસા.માં પોલીસે દરોડો પાડીને બ્રાન્ડેડ કંપનીનો વિદેશી દારૂ બનાવીને વેચવામાં આવતો હતો. દારૂ બનાવતા રાહુલ પેટેલ નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે કાર સાથે ૧.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અહીં ડુપ્લિકેટ કિંગ વ્હિસ્કી અને રોયલ સ્ટ્રેગ ક્લાસિક વ્હિસ્કી બનાવવામાં આવતી હતી. પોલીસે ડુપ્લિકેટ દારુની ફેક્ટરીમાંથી વિદેશી દારૂ ભરેલી તેમજ ખાલી બોટલો, સ્પીરીટ, દેશી દારુ, માલની ડીલીવરી માટે ઉપયોગમાં લેવાતી એક કાર સહિત રૂપિયા ૧.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


