મોરબીમાં રિક્ષામાંથી નવ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો,૨ની ધરપકડ

0
22

મોરબી,તા.૧૮
મોરબી SOG એ રીક્ષામાંથી ૯.૫૬૮ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. બાતમીના આધારે SOGએ ગાંજા સાથે બે શખ્સોની પણ ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ શખ્સો મોરબીમાં ગાંજાનું વેચાણ કરતા હતા. રાજકોટની એક મહિલા પાસેથી તેઓ આ જથ્થો લાવ્યા હોવાની પણ કબૂલાત આરોપીઓએ કરી છે.
આ બનાવ અંગે મળી વિગત અનુસાર,મોરબી જિલ્લાના શનાળા રોડ પર આવેલ રામચોક માંથી તાજેતરમાં એક રીક્ષામાં ગાંજા લઇ જવાતો હોવાની બાતમી સ્થાનિક SOGને પ્રાપ્ત થતાં SOG ટીમે છટકું ગોઠવ્યું હતું અને રીક્ષાને આંતરીને તપાસ હાથ ધરી હતી.
આ રીક્ષાની તપાસ હાથ ધરવામાં આવતા રીક્ષામાં છૂપાવેલ ૯.૫૬ કિલોનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી.
આ ઘટના મામલે પોલીસે તાત્કાલિક અસરથી રીક્ષામાં સવાર લોકોની ધરપકડ કરીને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જો કે, આ જથ્થો કોના કહેવાથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો તે અંગે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY