સ્માર્ટ ફોન ક્રાન્તિ ખતમ થવા તરફ

0
146

ભારતમાં ભલે સ્માર્ટ ફોન અને ડેટાની કિંમત ઝડપથી ઘટી રહી છે પરંતુ હવે સ્માર્ટ ફોનની તુલનામાં ફિચર ફોનનુ વેચાણ વધારે થઇ રહ્યુ છે. સ્માર્ટ ફોનની તુલનામાં ફિચર ફોનનુ વેચાણ હાલના સમયમાં ૩૦ ટકા વધારે થઇ ગયુ છે. ભારતના આ ટ્રેડને લઇને કોઇને પણ કોઇ વાત સમજાઇ રહી નથી. ભારતીય લોકોને શુ જાઇએ તે બાબત કોઇ સમજી શકતા નથી. નિષ્ણાંતોમાં હવે એવી ચર્ચા છે કે સ્માર્ટ ફોનની ક્રાÂન્ત ખતમ થવાની દિશામાં છે. આંકડા પર વિશ્વાસ કરવામાં આવે તો આવી આશા ખતમ થઇ રહી છે કે ભારત એક સ્માર્ટ ફોન દેશ બની રહ્યુ છે. ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ આઇડીસીના એપ્રિલ અને જુનના આંકડા દર્શાવે છે કે સ્માર્ટ ફોનની તુલનામાં ફિચર ફોનુ વેચાણ હવે વધારે ઝડપથી વધી રહ્યુ છે. સ્માર્ટ ફોનની તુલનામાં ફિચર ફોન વધુ પ્રમાણમાં વેચાયા છે. ફિચર ફોન એક કરોડ પાંચ લાખ વધારે વેચાયા છે. એક બાજુ આંકડા પર નજર કરવામાં આવે તો ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ એનાલિસીસ ફર્મ કાઉન્ટર પોઇન્ટના કહેવા મુજબ જાન્યુઆરી અને માર્ચ મહિનાના ગાળામાં ગયા વર્ષની તુલનામાં વેચાણના આંકડા સ્થિર રહ્યા છે. જ્યારે ફિચર ફોનના વેચાણમાં બે ગણો વધારો થયો છે. શુ ભારતમાં હવે સ્માર્ટ ફોનને લઇને ક્રાÂન્ત ખતમ થઇ રહી છે. કારણ કે આજે પણ દેશમાં ૫૦ કરોડ લોકો ફિચર ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આમાંથ મોટા ભાગના લોકો એવા છે જેમના સાધનની કિંમત ૧૦૦૦ રૂપિયા અથવા તો તેનાથી ઓછી છે. આ ટ્રેડ એ વખતે જાવામાં આવે છે જ્યારે ડેટાની કિંમત ઘટી રહી છે. વોયસ કોલ ફ્રી થઇ ગયા છે. આઇડીસીના કહેવા મુજબ ૧૩મી ઓગષ્ટ ૨૦૧૮ના દિવસે જારી કરવામાં આવેલા આંકડામાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે એપ્રિલૃજુનના ગાળા દરમિયાન ૩.૩૫ કરોડ ફોનની ખરીદી કરવામાં આવી હતી. જે ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં ૨૦ ટકા વધારે છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આ અવધિમાં ૪.૪ કરોડ ફિચર ફોનની ખરીદી કરવામાં આવી રહી છે. આ ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં ૨૯ ટકા વધારે છે. એક અગ્રેણી હિન્દી અખબારમાં આ અંગેના હેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ આને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે. સ્માર્ટ ફોનથી લોકો કેમ દુર થઇ રહ્યા છે તે અંગે વાત કરવામાં આવે તો ખર્ચ ઉપાડવાની બાબત પણ પડકારરૂપ છે. ઉપયોગ કરનાર દ્વારા નવી ટેકનોલોજી તરફ પાંચ વર્ષમાં જવાની શક્યતા ઓછી છે. સ્માર્ટ ફોન અપનાવવા માટે કોઇ નક્કર કારણ નથી. સ્માર્ટ ફોન પર મનોરજંનનો ઉપયોગ માત્ર ખાલી સમય પર થઇ શકે છે. ઓનલાઇન શોપિંગ અને બેકિંગમાં વિશ્વાસ ઓછો દેખાઇ રહ્યો છે. પાંચ કરોડ લોકોએ ઓનલાઇન શોપિંગ માત્ર એક વખત જ કરી છે. લોકો ફોનનો ઉપયોગ માત્ર કોલ કરવા અને મેસેજ કરવા માટે જ કરે છે. ડેટા ઉપયોગ વર્તમાન ઉપયોગ કરનાર લોકોમાં વધી રહ્યો છે. આના કારણે નવા ગ્રાહકો જાડાઇ રહ્યા નથી. ક્રાÂન્તની ગતિ ધીમી પડવા માટે કેટલાક કારણો રહેલા છે જે પૈકી એક કારણ તો કિંમત છે. રિલાયન્સ જીઓ જેવા સાધન પોતાની આકર્ષક કિંમત ૫૦૧ રૂપિયા (જુના ફોનની સાથે) અથવા તો ૧૨૦૦ રૂપિયા (ઓફરની સાથે) લોકોને ઇન્ટરનેટની ઇચ્છા પૂર્ણ કરવાની મદદ કરી રહ્યા છે. તેમાં વોટ્‌સ એપ, ફેસબુક, યુટ્યુબ જેવા કેટલાક એપ છે. પરંતુ તે થર્ડ પાર્ટી એપ નથી. આ પરંપરાગત ફિચર ફોનથી થોડાક સારા છે. પરંતુ તમામ ફિચર ફોન ઉપયોગ કરનાર વ્યÂક્ત તેના ખર્ચને ઉપાડી લેવા માટે પણ તૈયાર નથી. મોટા ભાગના લોકોને મોંઘા સ્માર્ટ ફોનમાં રોકાણ કરવાની બાબતને યોગ્ય ગણતા નથી. કારણ કે નોકરીના ગાળા દરમિયાન તેઓ વિડિયો જાઇ શકે નહીં. ખાલી સમયમાં પોતાના મિત્રોના ફોન લઇ લે છે અને વિડિયો જાઇ નાંખે છે. મોટા ભાગના લોકો કહે છે કે તેમના ફોન સામાન્ય રીતે તેમની દરરોજની ગતિવિધીને પૂર્ણ કરી દે છે. સ્માર્ટ ફોન અને માસિક બિલની બાબત હવે લોકો સમજવા માટે તૈયાર નથી. મોબાઇલ ડેટાનો ઉપયોગ વધવા અને ડેટાની કિંમત ઘટી ગયા બાદ વિડિયો સામગ્રીનો ઉપયોગ વધી ગયો છે. આવી સ્થિતીમાં પણ ભારતમાં ફિચર ફોનનો ઉપયોગ વધારે થઇ રહ્યો છે. પાંચમી જુલાઇના દિવસે રિલાયન્સ જીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તેના ૨૧.૫ કરોડ લોકો પૈકી ૨.૫ કરોડ લોકો ફિચર ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ માત્ર ૨૭.૫ ટકા લોકો કરી રહ્યા છે. સસ્તા તેમજ નિરાશ કરનાર ડિવાઇસ અને અન્ય કારણોસર સ્માર્ટ ફોનની ક્રાÂન્તમાં મંદી આવી ગઇ છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY