
મહેસાણા,તા.૧૯
મહેસાણા એસઓજીએ શહેરના પરામાં આવેલા અંબાજી મંદિરના મહંત, એક સાધ્વી સહિત ૪ શખ્સોને ૮૦,૫૦૦ની કિંમતના ચરસ અને ગાંજા સાથે ઝડપી લીધા હતા. ૭૮૭ ગ્રામ ચરસ, ૧૮૦ ગ્રામ ગાંજા તેમજ ૬૬,૦૭૦ રોકડા અને કાર મળી કુલ ૧૧,૫૯,૧૭૦નો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ તમામ વિરુદ્ધ SOGએ DRUGS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, સાધ્વી મહંતને ચરસનો જથ્થો વેચવા આવી હતી. એસઓજી પીએસઆઇ એમ.ડી. ચંપાવતને સફેદ રંગની ક્રેટા કારમાં ભગવાં કપડાં પહેરેલી મહિલા સહિત ૩ જણા મંદિરમાં મહંત રામકિશોરદાસ ગુરૂ જાનકીદાસને ચરસ-ગાંજાનો જથ્થો વેચવા આવ્યા હોવાની બાતમીને આધારે શનિવારે બપોરે રેડ કરી જાનકીદાસ મહારાજની ગાદીવાળી રૂમમાં તપાસ કરતાં મહંત રામકિશોરદાસ ગુરૂ જાનકીદાસ પાસેથી રૂ.૧૮૦૦નો ૧૮૦ ગ્રામ ગાંજા મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસને શંકા છે કે ઘરપકડ કરાયેલા સ્ત્રી અને ૨ પુરુષ હિમાચલથી આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


