બોલો..સુહાગરાતના આગલા દિવસે દુલ્હન સાસરિયાઓને લૂંટી ફરાર

0
60

ભભુઆ,તા.૨૯
બિહારના ભભુઆ શહેરમાં એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. જો કે, ભભુઆમાં સુહાગરાતના આગલા દિવસે દુલ્હને પોતાના પતિ અને સાસરિયાઓને લૂંટીને ફરાર થઈ ગઈ હતી. દુલ્હન સાસરિયામાંથી ઘરેણા અને કેશ લઈને ફરાર થઈ ગઈ છે.
આ ઘટના ૨૨ જુલાઈની છે. મળતી માહિતી અનુસાર, શીલા દેવીના ૪૦ વર્ષીય પુત્ર પંકજ કુમારના લગ્ન ૨૫ વર્ષની સંગીતા કુમારી સાથે થયા હતા. બન્નેના લગ્ન ધામધૂમથી સ્થાનિક મંદિરમાં કરાવવામાં આવ્યા હતા.
લગ્ન બાદ સંગીતા પોતાના સાસરીમાં પહોંચી હતી. સુહાગરાત માટે પંકજ અને સંગીતાના બેડરૂમને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો, પરંતુ ચાલાક દુલ્હનનો પ્લાન કંઈક બીજા હતો. તેને કોઈ બહાનું કરી પતિની સાથે રૂમમાં સાથે સૂવાનો ઈનકાર કરી દીધો હતો. આગામી દિવસ જ્યારે પંકજ અને તેના પરિવારજનોની ઉંઘ ઉડી તો નવી દુલ્હન ઘરમાંથી ૧.૫ લાખના ઘરેણા અને ૨૦ હજાર રોકડા કેશ લઈને ફરાર થઈ ગઈ હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પંકજના ઘરે હંગામો થવા લાગ્યો હતો અને તેને તે વ્યક્તિને શોધ્યો હતો જેને આ લગ્ન વચ્ચે રહીને કરાવ્યા હતા.
સંગીતાના લગ્નમાં વચ્ચે રહેનાર વ્યક્તિએ પંકજના પરિવારજનોને આશ્વાસન આપ્યું કે તે ફરાર દુલ્હનને બેથી ચાર દિવસોમાં શોધીને તેની પાસે પાછી લાવશે. પરંતુ જ્યારે તેવું ના થયું ત્યારે નારાજ પરિવારજનો દુલ્હન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરિવારજનોએ લગ્નમાં વચ્ચે રહેનાર વ્યક્તિ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. જે તેમનો સંબંધી છે. જો કે, ફરાર દુલ્હનનો કોઈ અત્તો પતો નથી અને પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY