ઈમરાનના પાક પીએમ બનવા પર સસ્પેન્સ યથાવત, ક્યાંથી લાવશે ખૂટતી બેઠકો?
ઈસ્લામાબાદ,તા.૨૯
પૂર્વ ક્રિકેટર ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાનની ચૂંટણીમાં ૧૧૬ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હોય પણ ઈમરાનના વડાપ્રધાન બનવા પર સસ્પેન્સ હજી પણ યથાવત છે. પીટીઆઈએ જણાવ્યું હતું કે ઈમરાન ખાન વડાપ્રધાન તરીકેના શપથ ૧૪ આૅગષ્ટ પહેલાં લઈ શકે છે.
સૌથી મોટો સવાલ એ છે કે બહુમતિ માટે જરુરી બીજી બેઠકોનો જુગાડ ઈમરાન કેવી રીતે કરશે.
કારણકે સરકાર બનાવવા ૧૩૭ બેઠકો જરુરી છે અને ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપ કરીને અન્ય એક પણ પાર્ટી હાલમાં તો ઈમરાનની તહેરિકે ઈન્સાફ પાર્ટીને સમર્થન આપવા માટે તૈયાર નથી.આ સંજાગોમાં જો ઈમરાનખાનને ૧૩ અપક્ષ સભ્યોનુ સમર્થન પણ મળી જાય તો ય બહુમતિનો જાદુઈ આંકડો તો દુર જ રહે છે.
ઈમરાનખાન પોતે પાંચ બેઠકો પરથી ચૂંટણી લડીને જિત્યા છે.આ પૈકીની ૪ બેઠકો તો તેમને છોડવી પડશે.આ સંજાગોમાં ઈમરાનની પાર્ટીને મળેલી બેઠકોની સંખ્યામાં હજી ઘટાડો થશે.
જેના પગલે ઈમરાનખાના શપથ ગ્રહણ સમારોહને લઈને સસ્પેન્સ યથાવત છે.જોકે પાર્ટી પ્રવક્તાનુ કહેવુ છે કે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ એસેમ્બલીનુ સત્ર બોલાવી શકે છે અને આ જ દિવસે ઈમરાન વડાપ્રધાન તરીકે શપથ લેશે.
ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા પ્રમાણે ઈમરાનની પાર્ટીને ૧૧૬ બેઠકો, નવાઝ શરીફની પાર્ટીને ૬૪, પૂર્વ રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીની પાર્ટીને ૪૩ બેઠકો મળેલી છે. જ્યારે અન્ય એક પાર્ટી ૧૩ બેઠકો સાથે ચોથા સ્થાને છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


