વડોદરામાંથી ઝડપાયો ડુપ્લિકેટ મોબાઈલનો જથ્થો, લાખનો મુદ્દામાલ જપ્ત

0
30


વડોદરા,તા.૨૪
રાજ્યમાં અવાર નવાર ડુપ્લિકેટ મોબાઈલની ફેક્ટરીઓ અને જથ્થો મળવાના અહેવાલો સામે આવતા હોય છે. ત્યારે વડોદરાના ગોત્રીમાં એક ડુપ્લિકેટ મોબાઈલનો જથ્થો મળી આવ્યાના અહેવાલ સામે આવી રહ્યો છે. ઘટનાને પગલે PCBએ જાણીતી કંપનીના ડુપ્લિકેટ મોબાઈલ સાથે એકને ઝડપી પાડ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગોત્રી-સેવાસી રોડ પર આવેલા દર્શનમ એરાઈઝ કોમ્પ્લેક્ષમાં PCBએ રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને વડોદરાના ગોત્રીમાંથી ડુપ્લિકેટ મોબાઈલનો મોટો જથ્થો ઝડપ્યો હતો. આ ઘટનામાં PCBએ એક વ્યક્તિને ઝડપ્યો હતો. પોલીસે આ રેડ બાતમીના આધારે કરી હતી.
PCBએ આ રેડ માટે એક જાણીતી કંપનીના જાણકારોને સાથે રાખીને કરી હતી. પોલીસને આ ઘટનામાં ૭૦થી વધુ મોબાઈલ સહિત ૨૪.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સિવાય પોલીસે જ્યાં રેડ કરી હતી ત્યાં દુકાન માલિક ભાવિન સોનીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં લક્ષ્મીપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY