રોહતકમાં ચાર વર્ષની બાળકી પર ચાર નરાધમોએ દુષ્કર્મ આચર્યુ

0
7

રોહતક,તા.૧૮
હરિયાણામાં બહુચર્ચિત રેવાડી કાંડ પછી પણ મહિલાઓ અને બાળકીઓ પર બળાત્કાર જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. રોહતકમાં ચાર વર્ષની બાળકી પર ચાર નરાધમો એ સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે. બીજી તરફ જીંદમાં પણ એક મહિલા પર સામૂહિક બળાત્કાર કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. રોહતકમાં જ અન્ય એક ઘટનામાં છ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારીને તેની નિર્મમ હત્યા કરી દેવાઈ છે.
બળાત્કારનાં આ મામલાઓએ સરકારની કાયદાકીય વ્યવસ્થાનાં દાવાઓ પર ઘણાં બધા સવાલો ઉભા કર્યા છે. રોહતકનાં ચિંડી ગામમાં ૧૦ વર્ષની બાળકી પર ચાર વ્યક્તિ ઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. ચાર આરોપીઓમાંથી ત્રણની ધરપકડ કરી લેવાઈ છે. ધરપકડ કરાયેલ આરોપીમાંથી એક આરોપી બાળકનાં મામા થાય છે. રોહતકનાં ડીએસપી વીરેન્દ્ર સાંગવાને જણાવ્યું કે, બાળકીનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં તેનાં પર બળાત્કાર થયો હોવાનું સાબિત થયું છે. પોલીસે ત્રણ સગીર રોપીઓને પકડી લીધા છે, જ્યારે ચોથો આરોપી હજી પણ ફરાર છે.
બીજી તરફ રોહતકનાં સાંપલા ગામમાં છ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેનાં પર બળાત્કર ગુજાર્યા બાદ તેની હત્યા કરીને તેનાં મૃતદેહને એક નાળામાં ફેંકી દેવાયો હતો. આ ઘટના રવિવાર સાંજે બની હતી. જ્યારે જીંદમાં એક વિધવા મહિલાએ સોમવારે આરોપ લગાવ્યો છે કે તેમનું અપહરણ કરીને ખેતરોમાં લઈ જઈને તેનાં પર સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ પહેલા રેવાડીમાં ૧૯ વર્ષીય કિશોરી પર સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY