વાપી ખાતે સલામતી સપ્તાહની ઉજવણીનો સમીક્ષા સમારોહ યોજાયો

0
61

વાપી ઇન્ડદસ્ટ્રીયઝ એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય સલામતી સપ્તાનહ ઉજવણીનો સમીક્ષા સમારોહ વી.આઇ.એ. વાપી ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિાતિમાં યોજાયો હતો.
આ અવસરે વનમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યુંએ હતું કે, ઔદ્યોગિક વિકાસની સાથે ઔદ્યોગિક સલામતી હોવી ખૂબ જ જરૂરી છે. સલામતી સાથે પર્યાવરણની જવાબદારી પણ આપણી છે. મેનેજમેન્ટલ એ સલામતીના પાયાનો વિષય છે અને સલામતી માટે જાગૃતિ પણ એટલી જ આવશ્યછક છે. ઔદ્યોગિક એકમોના મેનેજમેન્ટન દ્વારા સલામતી માટે પ્રત્યે ક કર્મચારીઓને યોગ્યે તાલીમ આપવાનું આયોજન કરવું જોઇએ. દરેક કર્મચારીઓ સલામતીના નિયમોનું ચુસ્તજપણે પાલન કરે તે દુર્ઘટનાનું પ્રમાણ ઘટાડી શકાય છે. આજના ગ્લોઓબલ વોર્મિંગની સ્થિ‍તિમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને વાતાવરણને પ્રદૂષણમુક્ત બનાવવા બાબતે જાગૃતિ ફોળવવા પણ તેમણે જણાવ્યુંથ હતું. સાથે સાથે સલામતીના કાર્યક્રમો થકી જાગૃતિ ફેલાવવાના સરાહનીય કાર્યક્રમો બદલ તમામ સંસ્થાથઓને અભિનંદન પાઠવ્યાા હતા.
આ પ્રસંગે સાંસદ ડો.કે.સી.પટેલે અકસ્માથતો નિવારવા માટે વધુ પ્રયાસો હાથ ધરવાનું જણાવી કેન્દ્રહ સરકાર દ્વારા આગામી સમયમાં બનાવવામાં આવનાર રેલવે ઓવરબ્રીજ અંગેની જાણકારી આપી હતી.
ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ ઔદ્યોગિક સલામતી અંગે દરેક ઔદ્યોગિક એકમો નિયમોનું ચુસ્તિપણે પાલન કરે તો હોનારતો થતી અટકાવી શકાતી હોવાનું જણાવી માનવસર્જીત થતી દુર્ઘટના રોકવા માટે જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું.
આ અવસરે વી.આઇ.એ.ના પ્રમુખ ચંદ્રકાન્તર પંડયા, સુરેશભાઇ, સતીષભાઇ, ચૌધરી સહિત અમલીકરણ અધિકારીઓ, ઔદ્યોગિક એકમોના સંચાલકો વગેરે હાજર રહયા હતા.આ ઔદ્યોગિક એકમો દ્વારા કરાયેલી સલામતીની સારી કામગીરી બદલ સન્માયનપત્રો આપી સન્માદન કરાયું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY