દ્વારકા,તા.૯
દ્વારકાના ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટના માલિકોએ બર્થ ચાર્જીસ અને લાયસન્સના ભાડાનો વિરોધ કર્યો હતો. બોટ માલિક અને તંત્ર વચ્ચે સમાધાન થયુ છે. ત્યારે હવે બોટ માલિકોની હડતાળ બાદ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ હરકતમા આવ્યુ છે.
બોટ માલિકો પર ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા તવાઈ બોલવાનું શરૂ કરવામાં આવ્યુ છે. બોટોમાં પેસેન્જર બેઠક વ્યવસ્થા ઘટાડવાના આદેશ આપવામાં આવ્યા છે. નવા સૂચનોથી ફરી બોટ માલિકોની હાલત કફોડી બની રહે તેવી શકિયતા છે.
મહત્વનુ છે કે, દ્વારકાના ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી હતી. ફેરી બોટ સર્વિસના માલિકો બર્થ ચાર્જીસ અને લાયસન્સના ભાડાનો વિરોધ કર્યો હતો. ફેરી બોટના કુલ વજન એટલે કે ૧ ટન વજનના ૪ રૂપિયા આપવામાં આવતાં હતા. જ્યારે હવે ૧ ટન વજનના ૯૫ રૂપિયા આપવા પડે છે.
જેથી બોટ માલિકોમાં રોષ ફેલાયો છે. જેના કારણે બોટ માલિકો આંદોલન પર ઉતર્યા હતા. આંદોલનના સમાધાન બાદ હવે ય્સ્મ્ના અધિકારીઓ દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે. ય્સ્મ્ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા બોટ માલિકોમાં રોષ જાવા મળ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


