રાજકોટ,તા.૯
રાજકોટના બેડી માર્કેટ યાર્ડ બહાર પાકવીમાને લઇને ખેડૂતોના ઉપવાસ આંદોલનનો આજે ચોથો દિવસ હતો. આજે એનસીપીના નેતા રેશ્મા પટેલ પણ આંદોલનમાં જાડાયા હતા અને તેણે સરકાર તથા વીમા કંપનીઓ પર આક્ષેપો કર્યા હતા. ખેડૂતોએ આજે શર્ટ કાઢી સરકાર અને વીમા કંપનીઓને સદબુદ્ધિ આપે તે માટે હવન કર્યો હતો. જેમાં ખેડૂતોએ ભર તડકામાં શર્ટ કાઢી અગ્નિકુંડમાં આહુતિ આપી હતી. પરંતુ જિલ્લા ભાજપના પ્રમુખ
આભાર – નિહારીકા રવિયા ડી.કે.સખીયાએ મધ્યસ્થી કરી જુલાઇ સુધીમાં પાકવીમો આપવાની લેખિત ખાત્રી આપતા ખેડૂતોને લીંબુ પાણી પીવડાવી પારણા કર્યા હતા.
આંદોલનને સમર્થન આપનાર રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી ખેડૂતો પાકવીમા માટે ઉપવાસ આંદોલન પર બેઠા છે. ખેડૂતોનું પેટ ભરવા સરકાર હવે જાગે, સરકારને એટલું જ કહું છું કે તમારો વિકાસ બહુ થઇ ગયો છે હવે ખેડૂતોનો વિકાસ કરો. એક વિરોધ પક્ષના નેતા તરીકે હું અહીં સમર્થન આપવા આવી છું. ખેડૂતો જા યોગ્ય ન્યાય નહીં મળે તો ગામડે ગામડે જઇ ઉગ્ર વિરોધ કરીશું.
બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે. સખીયા અને યાર્ડના હોદ્દેદારો મધ્યસ્થી બનવા માટે પહોંચ્યા હતા. ખેડૂતો અને સરકાર વચ્ચે મધ્યસ્થી બન્યા હતા. ભાવાંતર યોજના વહેલી તકે લાગુ કરવા અને કપાસનો પાકવીમો ચૂકવવાની લેખિતમાં બાહેધરી આપતા આંદોલનનો અંત આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



