કોલકાત્તા,તા.૨૩
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના પક્ષના ચિહ્નમાંથી કોંગ્રેસનું નામ હટાવી દીધું છે. મમતા બેનર્જીએ કોંગ્રેસ પાર્ટી સાથે સત્તાવાર રીતે ૨૧ વર્ષ અગાઉ છેડો ફાડી લીધો હતો.
મમતાના પક્ષના નવા લોગોમાં લીલા રંગમાં તૃણણૂલ લખેલું જણાય છે અને તેમાં બ્લુ કલરના બેકગ્રાઉન્ડમાં બે ફૂલો જાવા મળે છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ એક સપ્તાહથી આ નવો લોગો પ્રચારમાં આવી ગયો છે.
૧૯૯૮માં રાજ્યના હાલના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડાબેરી પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) સાથે કોંગ્રેસના વ્યવહાર મુદ્દે મતભેદ સર્જાતા પક્ષ સાથે છેડો ફાડી દીધો હતો. પક્ષના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, TMC હવે તૃણમૂલ તરીકે ઓળખાશે અને બે દાયકા બાદ હવે પરિવર્તનનો સમય છે.’ મમતાના પક્ષે તેમના બેનર, પોસ્ટર અને તમામ પ્રચાર સાહિત્યમાંથી કોંગ્રેસનું નામ પડતું મુકિયું છે.
જાકે પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચમાં પક્ષનું નામ તૃણમૂલ કોંગ્રેસ તરીકે યથાવત્ રહેશે.
પાર્ટીના અધિકૃત ફેસબુક અને ટિવટર પેજ પર તેમજ મુખ્યમંત્રી મમતા બેનર્જી તેના ભત્રીજા અભિષેક બેનર્જી અને તૃણમૂલના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનના એકાઉન્ટ પર આ નવો લોગો જાવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


