દ્વારકા,તા.૯
જ્યોતિષ શારદા દ્વારિકા પીઠના પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો અયોધ્યા મામલે મધ્યસ્થાનો નિર્ણય નિરાશાજનક છે. વારાણસીમાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલે મધ્યસ્થાના નિર્ણયને નિરાશાજનક જણાવ્યો અને કહ્યું કે શ્રી શ્રી રવિશંકર તો એકવાર ફરી વિફળ થઈ ચૂક્યા છે. તેમની ઉપર દંડ પણ હતો. જેને તેમણે અત્યાર સુધી ચૂકવ્યો પણ નથી.
જેને મધ્યસ્થા માટે પંચ બનાવવામાં આવ્યા છે. તે ના તો હિંદુ ધર્મના જ્ઞાતા છે અને ના મુસ્લિમ ધર્મના જ્ઞાતા છે. શું પક્ષકારોને તે પંચો પર વિશ્વાસ છે. તેમના પંચો પર વિશ્વાસ હોવો ઘણો જરૂરી છે.
જ્યોતિષ અને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે પ્રશ્ન એ ઉઠે છે કે રામ મંદિર મામલે ઈલાહાબાદ હાઈકોર્ટનો જે નિર્ણય હતો. તેમાં આ વાતની ટ્રાયલ ચાલી રહી હતી. જેમાં રામ લલાનું જે સ્થળ છે તેને હાઈકોર્ટમાં રામ જન્મભૂમિ જણાવ્યુ હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





