જુનાગઢ,તા.૯
વ્યાજના વિષચક્રમાં વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્યએ પોતાના ઘરમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાય છે. પોલીસને તેમના પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમને ૯ શખ્સોના નામ લખ્યા છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય પ્રવિણભાઇ કોઠીયા બપોરે ૨ વાગ્યાની આસપાસ તેઓ પોતાના ઘરે એકલા હતા, ત્યારે તેઓએ પોતાના ઘરમાં રહેલા સેલફોર્સના ટીકડા પી લીધા હતા. ઘટનાને પગલે પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.
વડાલની સીટ ઉપરથી પ્રવિણભાઈ કોઠીયા જિલ્લા પંચાયતની બેઠક માટે ચુંટાયા હતા. તેઓ સિંચાઈ સમિતિના ચેરમેન પણ રહી ચુક્યા છે. ત્યારે વ્યાજના વિષચક્રમાં પ્રવીણભાઈ કોઠીયા ફસાઈ ગયા હતા. અંદાજે રૂપિયા ૪ કરોડ ઉપરથી તેમનું દેવું વધી ગયું હતું. જેના લીધે તેઓ આર્થિક સંકડામણથી પીડાતા હતા અને પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરોએ પ્રવીણભાઈને માનસિક ટોર્ચર કરતા હતા.
આખરે પ્રવીભાઈએ કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લેવાનો નિર્ણય કર્યો હતો. અને તેમને ઘરમાં એકલા હતા, ત્યારે અંતિમ પગલું ભર્યું હતું. તેમની પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમને ૯ લોકોના નામ લખ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




